Western Times News

Gujarati News

‘રામાયણ’ના ‘રામ’ની પ્રથમ ઝલકથી દર્શકો મંત્રમુગ્ધ થયાં

મુંબઈ, નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રામાયણ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી અને ભવ્ય ફિલ્મ હોવાનું અનુમાન છે. આ ફિલ્મ ૨ પાર્ટમાં રિલીઝ થવાની છે જેનો પહેલો પાર્ટ ૨૦૨૬ ના એન્ડમાં દિવાળી પર રિલીઝ થશે. આ ફિલ્મ જોવાને લઈને દર્શકો આતુર છે. આ આતુરતાનો અંત હનુમાન જયંતીના દિવસે આવ્યો છે.

હનુમાન જયંતી પર ફિલ્મના મેકર્સ દ્વારા રામાયણ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં ભગવાન રામની ઝલક દેખાડવામાં આવી છે. ફિલ્મનું ટીઝર ભવ્ય છે અને તેમાં રણબીર કપૂરને રામ તરીકે દેખાડવામાં આવ્યો છે..

મહાકાવ્ય રામાયણ પર આધારિત ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની છે નિમિત મલ્હાત્રાનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. રામાયણ ફિલ્મનું ટોટલ બજેટ ૪૦૦૦ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. ફિલ્મ પાછળ પાણીની જેમ પૈસા વહાવવામાં આવ્યા છે તેનો અંદાજ ટીઝર જોઈને આવી જશે. રામાયણ ફિલ્મનું ટીઝર ભવ્ય અને લોકોને પસંદ પડી જાય એવું છે.

ફિલ્મ મેકર્સ દ્વારા હનુમાન જયંતીના એક દિવસ અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું કે શ્રીરામની પહેલી ઝલક હનુમાન જયંતીના દિવસે જોવા મળશે. હનુમાન જયંતીના દિવસે ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં રણબીર કપૂરનો રામ લુક દેખાડવામાં આવ્યો છે. ટીઝરમાં રણબીર કપૂર શ્રીરામના રૂપમાં રંગાયેલ જોવા મળે છે. ટીઝરમાં રામની રાક્ષસો સાથેની લડાઈ, રામનો રાજકુમાર તરીકે નો લુક, વનવાસ માટે જતા રામનો લુક પણ દેખાડવામાં આવ્યો છે.

ફિલ્મમાં એનિમેશન અને વીએફએક્સનો પણ ઉપયોગ ઉત્કૃષ્ટ રીતે કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટીચર જોઈને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ફિલ્મ ખરેખર ભવ્ય હશે. રામાયણ ફિલ્મ પ્રભાવશાળી અને ભવ્ય છે અને તેની સાથે જ સ્ટારકાસ્ટમાં પણ ઉમદા કલાકારનો સમાવેશ કરવામાં આવ્યો છે. રામ તરીકે રણબીર કપૂરની પસંદગી પરફેક્ટ છે તેવું આ ટીઝર પરથી સ્પષ્ટ થઈ ગયું છે.

ફિલ્મમાં સીતા તરીકે સાંઈ પલ્લવી, રાવણ તરીકે યશ, હનુમાનજી તરીકે સનિ દેઓલ અને લક્ષ્મણના રોલ માટે રવિ દુબેને પસંદ કરવામાં આવ્યા છે. ફિલ્મનું મ્યુઝિક ઓસ્કાર વિનર એ.આર રહેમાન અને દિગ્ગજ સંગીતકાર હંસ જીમરે સાથે મળીને કર્યું છે. ઉલ્લેખનીય છે કે રામાયણ પર આ પહેલા આદિપુરુષ ફિલ્મ બની હતી જે ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આદિપુરુષમાં જે રીતે રામાયણ દર્શાવવામાં આવી હતી તેની આખરી ટીકા લોકોએ કરી હતી. ત્યારબાદ રામાયણ પર આધારિત સૌથી મોટા પ્રોજેક્ટની ઘોષણા કરવામાં આવી..

આ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.. ટીઝર પરથી તો લાગી રહ્યું છે કે નિતેશ તિવારીની રામાયણ ફિલ્મમાં આદિપુરુષ ફિલ્મ જેવા પ્રયોગો કરવામાં આવ્યા નથી. રામાયણ ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થશે જ્યારે બીજો ભાગ ઓક્ટોબર ૨૦૨૭ માં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.