Western Times News

Gujarati News

ટાઇગર શ્રોફે ઍરોફોબિયા સાથેના પોતાના સંઘર્ષની વાત કરી

મુંબઈ, “ફ્લાઇટમાં જતાં પહેલાંના દિવસોમાં મને ચિંતા રહે છે” તેની એનર્જેટિક એક્શન અને સુપર ડાન્સ મૂવ્સ માટે જાણીતા ટાઇગગર શ્રોફે તાજેતરમાં એક ઓછા જાણીતા, ખૂબ વ્યક્તિગત પડકાર એવા ઉડાવાના ડર વિશે ખુલાસો કર્યાે હતો.

એક યુટ્યુબર સાથેની પોડકાસ્ટમાં ખુલીને કરેલી વાતચીતમાં, ટાઇગરે ઍરોફોબિયા સાથેના પોતાના સંઘર્ષ અને તે કેવી રીતે તેના જીવન અને કામને અસર કરે છે તે વિશે વાત કરી હતી.પોતાને આ ડર કઈ રીતે શરૂ થયો તે વિશે ટાઇગરે કહ્યું, “હું ખરેખર એક થેરાપિસ્ટ પાસે જવાનું વિચારી રહ્યો છું કારણ કે મને ઍરોફોબિયા છે.

થોડા વર્ષાે પહેલાં, હું એક ખૂબ જ ટર્બ્યુલન્ટ ફ્લાઇટમાં હતો અનેપ એક ટર્બ્યુલન્ટ ફ્લાઇટ પર મારો કોઈ કાબુ નથી, બરાબર? હું શું કરું? ત્યારથી, દરેક વખતે જ્યારે મારે ફ્લાઇટમાં બેસવાનું હોય છે, ત્યારે મને બે દિવસ પહેલાથી જ ચિંતા થવા લાગે છે. કોઈ કારણસર, હું હજુ સુધી તેમાંથી બહાર આવી શક્યો નથી.” ઉડાનની સલામતી અંગેના તર્ક અને ખાતરીઓ વિશે જાણતા હોવા છતાં, તેણે સ્વીકાર્યું કે ટર્બ્યુલન્સ દરમિયાન તર્કસંગત વિચાર ઘણીવાર પાછળ રહી જાય છે.

“આંકડાઓ કહે છે કે ઉડાન મુસાફરીનું સૌથી સુરક્ષિત સાધન છે. મેં ઘણા પાયલોટ્‌સ સાથે વાત કરી છે જેમણે બધાએ કહ્યું કે ટર્બ્યુલન્સ કંઈ નથી, માત્ર ખડખડિયા રસ્તાઓ જેવું છે. એ લોકો મને આવું જ સમજાવે છે. પરંતુ એ વાત મારા મનને કોણ સમજાવશે? જ્યારે આવું થાય છે, ત્યારે વાત અલગ હોય છે. મારું કાશ એના પર નિયંત્રણ હોત. મને મારા શરીરના દરેક ભાગ પર નિયંત્રણ ગમે છે.

મને ખબર હોવી ગમે છે કે હું શું કરી રહ્યો છું.”ટાઇગરે એવું પણ જણાવ્યું કે નિયંત્રણની આ જરૂરિયાત તેના જીવનના અન્ય પાસાઓમાં પણ ફેલાય છે, જેના કારણે ક્યારેક દૈનિક નિર્ણયો પણ મુશ્કેલ બની જાય છે. “ક્યારેક તે ખરેખર નિરાશાજનક હોય છે કારણ કે હું ક્યારેક ખૂબ અનિર્ણાયક બની જાઉં છું, મારા દિવસનું કેવી રીતે આયોજન કરવું તે બાબતમાં પણ, જેથી હું મારી ક્ષમતા વધુમાં વધુ ઉપયોગ કરી શકતો નથી.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.