Western Times News

Gujarati News

હોર્મુઝ ખોલવવાની અમેરિકા કોશિશ કરે તો જંગ વધુ ખતરનાક બની શકે છે: વિશેષજ્ઞની ચેતવણી

ઈરાન હોર્મુઝ જળમાર્ગ ખોલવાના જરાય મૂડમાં નથી

નવી દિલ્હી,  મિડલ ઈસ્ટમાં યુદ્ધના પગલે વૈશ્વિક સ્તરે ઓઈલ અને ગેસનું મોટું સંકટ ઉભું થયું છે. કારણ કે ઈરાને પોતાના પર હુમલાનો બદલો લેવા માટે આખા વિશ્વની અર્થવ્યવસ્થાને હચમચાવી છે. ઈરાને સીધો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર કબજો કરી લેતા આ વેપારી જળમાર્ગ ખતરામાં પડ્યો છે અને ચેન ઓફ સપ્લાયને અસર થઈ છે. કારણ કે આ ઉર્જા સપ્લાય માટે લાઈફલાઈન સમાન છે. પરંતુ હવે ઈરાને તેને જ પોતાનું સૌથી મોટું હથિયાર બનાવી લીધુ છે.

અમેરિકાના એક ઈન્ટેલિજન્સ રિપોર્ટે આ સંકટ પર મોટો ખુલાસો કર્યો છે જે ચિંતાજનક છે. રિપોર્ટ મુજબ ઈરાન હાલ હોર્મુઝ જળમાર્ગ ખોલવાના જરાય મૂડમાં નથી. કારણ કે આ જ એક રસ્તો છે જેના દ્વારા તે અમેરિકા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર સૌથી વધુ દબાણ સર્જી શકે છે. હોર્મુઝ જળમાર્ગ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ખુબ મહત્વ ધરાવે છે કારણ કે દુનિયામાં ૨૦ ટકા ઓઈલ અને ગેસનો સપ્લાય આ રસ્તે થાય છે. જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહે તો વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેની સીધી અસર પડી શકે છે.

આ જ કારણસર ઈરાન પણ આ હથિયાર હેઠે મૂકવા માંગતુ નથી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈરાન જાણી જોઈને આ રસ્તો ખોરવી રહ્યું છે જેથી કરીને ક્રૂડ ઓઈલના ભાવ આકાશે આંબે અને અમેરિકા પર દબાણ વધે.

એકબાજુ જ્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે એવો દાવો કરતા હોય કે અમેરિકા ઈચ્છે તો હોર્મુઝને સરળતાથી ખોલાવી શકે છે. તેમણે તો એવું પણ કહ્યું હતું કે થોડો વધુ સમય મળશે તો અમે તેને ખોલી નાખીશું. પરંતુ હકીકત તેનાથી અલગ જોવા મળી રહી છે.

વિશેષજ્ઞો એવું માને છે કે આ કામ જેટલું દેખાય છે તેના કરતા વધુ મુશ્કેલ છે. જ્યાં આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેની ભૌગોલિક સ્થિતિ ખુબ જ સંવેદનશીલ અને જટીલ છે. આ સમુદ્રી રસ્તો પોતાના સૌથી સાંકડા ભાગમાં ફક્ત ૩૩ કિલોમીટર પહોળો છે. જ્યારે જહાજો માટે અવરજવરનો રસ્તો માત્ર ૩-૩ કિમી છે. આવામાં ત્યાંથી પસાર થતા જહાજો ખુબ સરળતાથી ટાર્ગેટ થઈ જાય છે.

ઈરાનની ઈસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર)એ આ નબળાઈને પોતાની તાકાતમાં ફેરવી છે. ડ્રોન, મિસાઈલ, અને સમુદ્રી માઈન દ્વારા તેમણે આ વિસ્તારને અત્યંત જોખમી બનાવ્યો છે. હવે અનેક કાર્ગો જહાજ અહીંથી પસાર થવાનું ટાળે છે. કેટલાક કેસોમાં જહાજો પર હુમલા પણ થયા છે અને તેમની પાસે ટોલ પણ માંગવામાં આવ્યો છે.

રોયટર્સના એક રિપોર્ટ મુજબ વિશેષજ્ઞોનું માનવું છે કે જો અમેરિકી સૈન્ય તાકાત દવારા આ રસ્તાને ખોલવાની કોશિશ કરે તો આ જંગ વધુ ખતરનાક બની શકે છે. એટલું જ નહીં ઝ્રૈંછ ના ડાયરેક્ટર બિલ બર્ન્સે પણ ચેતવ્યા છે કે ઈરાન પોતાની આ તાકાતને સરળતાથી ગુમાવવા તૈયાર નહીં હોય. તેમના જણાવ્યાં મુજબ ઈરાન આ સ્ટ્રેટ દ્વારા ભવિષ્યમાં કોઈ પણ શાંતિ સમજૂતિમાં પોતાના માટે સુરક્ષાની ગેરંટી અને આર્થિક ફાયદા મેળવવાની કોશિશ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.