Western Times News

Gujarati News

સની દેઓલની એન્ટનીનાં ફાઈટ સીન્સનું શૂટિંગ ગોવામાં થશે

મુંબઈ, સની દેઓલે પોતાની આગામી એકશન ફિલ્મ ‘એન્ટની’નું મુંબઇનું શૂટિંગ પુરુ કરી લીધું છે. હવે તે વધુ શૂટિંગ માટે ગોવા રવાના થશે.આ શૂટિંગ એક મહિના સુધી ચાલશે .

ગોવામાં કેટલીક ફાઈટ સીકવન્સનું શૂટિંગ થવાનું છે. આ ફિલ્મમાં સની સાથે જ્યોતિકા છે. આ ઉપરાંત વિજય વર્મા નેગેટિવ રોલમાં છે. સાઉથનો બાલાજી ગણેશ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યો છે. આ ફિલ્મ મોટાભાગે આવતાં વર્ષની શરુઆતમાં રીલિઝ થાય તેવી સંભાવના છે. સાઉથના જ એ આર મુર્ગાદોસ અને ફરહાન અખ્તર સાથે મળીને આ ફિલ્મ પ્રોડયૂસ કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.