Western Times News

Gujarati News

બંગાળી એક્ટર રાહુલના મોતના કેસમાં પાંચ સામે એફઆઈઆર

મુંબઈ, બંગાળી એકટર રાહુલ અરુણોદય બેનર્જીનું ૨૯ માર્ચના રોજ ઓડિશામાં શૂટિંગ દરમિયાન સમુદ્રમાં ડૂબી જવાથી અકાળે નિધન થયું હતું. હવે આ મામલે બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારોએ સેટ પર સલામતી પગલાંની માંગ સાથે હડતાલ શરુ કરી છે. બીજી તરફ તેની પત્ની પ્રિયંકા સરકારે આ પ્રકરણમાં કાવતરાંના આક્ષેપો કર્યા બાદ પોલીસે પાંચ લોકો સામે ફરિયાદ નોંધી છે.

ઓડિશા પોલીસે જણાવ્યું હતું કે તે આ કેસમાં તમામ એન્ગલથી તપાસ કરી રહી છે. પ્રિયંકા પીઢ બંગાળી અભિનેતા પ્રસનજીત તથા અન્ય કલાકારોની હાજરીમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી. પોલીસે ટીવી પ્રોડકશન કંપનીના પાંચ લોકો સામે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ આ ઘટના બાદ બંગાળી મનોરંજન ઉદ્યોગના કલાકારોએ બેમુદ્દતી હડતાલ પણ શરુ કરી દીધી છે. તેઓ શૂટિંગ દરમિયાન સલામતીનાં પૂરતાં પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ હડતાલને પગલે બંગાળી ટીવી સીરીયલો, ઓટીટી શો તથા ફિલ્મોનાં શૂટિંગને અસર થઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.