Western Times News

Gujarati News

અલ્લુ, અટલી અને દીપિકાની ફિલ્મનાં નામ અંગે ફૅન્સમાં ભારે ઉત્સુકતા છવાઈ

મુંબઈ, અટલી દ્વારા દિગ્દર્શિત અને અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ જેમાં લીડ રોલમાં છે એવી ફિલ્મનું નામ ટૂંક સમયમાં જાહેર થવાનું છે. મંગળવારે પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું અને નામ જાહેર કરવાની તારીખની જાહેરાત કરી હતી. પરંતુ ફૅન્સ તો ખાસ કરીને ફિલ્મ કયા જોનર હેઠળ આવશે તે અંગે વિચારવામાં ચર્ચાએ ચડી ગયાં છે.

સન પિક્ચર્સે જાહેરાત કરી કે હાલમાં ‘છછ ૨૨ ટ છ ૬’ નામથી ઓળખાતી ફિલ્મનું નામ અર્જુનના જન્મદિવસે, એટલે કે ૮ એપ્રિલે જાહેર કરવામાં આવશે. જેમાં લખ્યું હતું, “ધમાકા માટે તૈયાર થઈ જાઓ. નામનું પોસ્ટર આવતી કાલે સવારે ૧૧ વાગ્યે.”

ફિલ્મના પહેલા પોસ્ટરમાં એક અજાણ્યા રૂંવાટીવાળાં પ્રાણીના હાથ સાથે તેનાં લાંબા નખવાળી આંગળીઓ દેખાય છે. તેનું બૅકગ્રાઉન્ડ સ્પષ્ટ નથી, પરંતુ એક ગુંબજ જેવી રચના નજરે પડે છે. અલ્લુ અર્જુને પણ પોસ્ટર શેર કરીને લખ્યું, “નામનું પોસ્ટર કાલે સારે ૧૧ વાગ્યે જાહેર થશે.”પોસ્ટર ઘણું અલગ લાગી છે, તેથી ફૅન્સે ફિલ્મના જોનર અંગે વિવિધ અટકળો લગાવવાની શરૂઆત કરી.

એક ફૅને મજાકમાં લખ્યું, “ભાઈ, શું તમારી ફિલ્મમાં ગોડઝિલા છે?” તો બીજા એકે પૂછ્યું, “શું આ ભાઈનો હાથ છે?” કેટલાકે આશ્ચર્ય વ્યક્ત કરતાં લખ્યું, “હું કંઈક બીજી અપેક્ષા રાખતો હતો, શું આ ક્રિચર ફિલ્મ છે?” ઘણા લોકોએ તો પોસ્ટરમાં દેખાતા પ્રાણી વિશે અનુમાન લગાવવા ગ્રોકને પણ પૂછ્યું. કેટલાકે તો એવું પણ કહ્યું કે આ વાળદાર પ્રાણી ફિલ્મનો વિલન હોઈ શકે છે અથવા તે વેરવુલ્ફનો હાથ હોઈ શકે છે.

ગયા વર્ષે આૅક્ટોબરમાં, જ્યારે અટલીએ રણવીર સિંહ માટે ‘ચિંગ’ની જાહેરાત ડિરેક્ટ કરી હતી, જે સૌથી મોંઘી એડ હતી. ત્યારે રણવીરે ફિલ્મ વિશે મીડિયા સાથે વાત કરી હતી.

તેણે કહ્યું હતું, “તેની સાથે સમય પસાર કરવો અને કામ કરવું હંમેશા સારું લાગે છે. હું તેની હાલની ફિલ્મના સેટ પર ગયો હતો કારણ કે મારી પત્ની તેની સાથે શૂટિંગ કરી રહી હતી. તમે આ પહેલાં સાંભળ્યું હશે, પરંતુ મારી પાસેથી પણ સાંભળો — તે ભારતીય સિનેમામાં તમે ક્યારેય ન જોયું હોય એવું કંઈક બનાવી રહ્યો છે.”ફિલ્મમેકર્સે અલ્લુ અર્જુનના જન્મદિવસે ગયા વર્ષે આ ફિલ્મની જાહેરાત કર્યા પછી હજુ સુધી વધારે વિગતો જાહેર કરી નથી, પરંતુ એક વિડિયો રિલીઝ કર્યાે હતો જે ફિલ્મના વિષય વિશે સંકેત આપતો હતો.

આ વિડિયોમાં પ્રોડ્યુસર કલાનિધિ મારન અર્જુન અને અટલી સાથે લોસ એન્જેલસ જઈને એનિમેશન અને વીએફએક્સ ટીમને મળતા દેખાય છે. ‘આયર્ન મેન ૨’ અને ‘ટ્રાન્સફોર્મર્સ’ જેવી ફિલ્મોમાં કામ કરનારા વીએફએક્સ સુપરવાઈઝર્સે ‘છછ ૨૨ ટ છ ૬’ની સ્ક્રિપ્ટને “અજોડ” ગણાવી હતી. આ ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ થવાની શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.