Western Times News

Gujarati News

ચૂંટણી પંચ પર ભડક્યા મમતા બેનરજી

નવી દિલ્હી, પશ્ચિમ બંગાળમાં ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન યોજાય તે પહેલા જોરદાર રાજકીય ગરમાવો ચાલી રહ્યું છે. અવારનવાર ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ ફરી બંને પર ગંભીર આક્ષેપ કર્યાે છે.

તેમણે બુધવારે ઈસ્લામપુરમાં જનસભા સંબોધતી વખતે કહ્યું છે કે, ‘મારી ગાડી ચેક કરો, જો હિમ્મત હોય તો વડાપ્રધાનની ગાડી કેમ ચેક કરતા નથી.’ તેમણે આક્ષેપ કર્યાે કે, ‘ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને ્‌સ્ઝ્ર નેતાઓ અને કાર્યકર્તાઓને ડરાવવાનું અને દબાણ કરવાનું રાજકારણ રમી રહી છે.’

મમતા બેનરજી ના જણાવ્યા મુજબ, દમદમ એરપોર્ટ પાસે તેમના વાહનની તપાસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, મારી પાસે છુપાવવા માટે કંઈ નથી. તેમણે સવાલ કર્યાે છે કે, ‘માત્ર પસંદગીના નેતાઓઓને જ ટાર્ગેટ કેમ કરવામાં આવી રહ્યા છે? ભાજપનું રાજકારણ માત્ર ચૂંટણી સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ બંગાળને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’તેમણે ભાજપને ચેતવણી આપતા કહ્યું કે, ‘ધરપકડ કરવાની ધમકી અને ડરાવવાની રણનીતિ અહીં નહીં ચાલે.’

તેમણે દાવો કર્યાે કે, કેન્દ્રીય દળે કોલકાતા એરપોર્ટ જતી વખતે તેમના વાહનને અટકાવ્યા હતા અને તપાસ કરવાનો પ્રયાસ કર્યાે હતો. તેમણે આક્ષેપ કર્યાે કે, પશ્ચિમ બંગાળ ચૂંટણી જીતવા માટે ભાજપ કેન્દ્ર સરકારની મશીનરીનો મોટાપાયે દુરુપયોગ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકો માટે ૨૩ અને ૨૯ એપ્રિલે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે, જ્યારે ચોથી મેએ પરિણામ જાહેર થવાનું છે.

તૃણમૂલ કોંગ્રેસએ એક દિવસ પહેલા આક્ષેપ કર્યાે છે કે, ચૂંટણી પંચ ટીએમસીના ટોચના નેતાઓને ટાર્ગેટ કરી રહી છે અને તેઓએ તેમના વાહનોની કડકાઈથી તપાસ કરવાનો આદેશ અપાયો છે. સુરક્ષા કર્મચારીઓ દ્વારા ટીએમસીના નેતાઓ ખાસ કરીને અભિષેક બેનરજીને વારંવાર અટકાવી રહ્યા છે.

રાજ્યમાં પાર્ટી મહાસચિવ કુણાલ ઘોષે આક્ષેપ કર્યાે કે, ચૂંટણી પંચે પોતાની ફ્લાઈંગ સ્ક્વાડને આદેશ આપ્યો છે કે, ટીએમસીના તમામ નેતાઓ અને મંત્રીઓના વાહનો જાહેરમાં તપાસમાં આવે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.