Western Times News

Gujarati News

હેરા ફેરી ૩ હમણાં નહીં આવે ‘જ્યારે સમય આવશે ત્યારે’

મુંબઈ, અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની હેરાફેરીની જ્યારથી જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ અંગે ઉત્સુકતા ચાલી રહી છે, લોકોને હૈવાન અને ભૂત બંગલા પછી આ ફિલ્મ રિલીઝ થશે એવી અપેક્ષા હતી.

ત્યારે હવે આખરે અક્ષય કુમારે મૌન તોડ્યું છે, તેણે કહ્યું કે હજુ આ ફિલ્મ નજીકના ભવિષ્યમાં શરૂ થવાની નથી. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલ ફરી એક વખત સાથે આવાવના છે, પરંતુ શરૂઆતથી જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાતી રહી છે. હી છે.

ફેન્સ ઘણા સમયથી ‘હેરી ફેરી ૩’ની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ફિલ્મને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને પરેશ રાવલના અચાનક પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જવાથી ફેન્સ અને અક્ષય બંનેને આઘાત લાગ્યો હતો.

ત્યારબાદ ફિલ્મ કાપિરાઇટ મુદ્દે કાનૂની વિવાદમાં પણ ફસાઈ ગઈ, જેમાં સાઉથના એક પ્રોડ્યુસર અને ફિરોઝ નડિયાદવાલા વચ્ચે ટક્કર થઈ હતી.પરંતુ ભૂત બંગલાની રિલીઝ પહેલાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમારે સ્પષ્ટ કહ્યું કે, “હેરી ફેરી ૩ અત્યારે બનતી નથી.“મને પણ ઝટકો લાગ્યો હતો. પણ કોઈ વાંધો નહીં, વેલકમ બનાવી લીધી. થોડાં મંત્ર-તંત્ર કરવાની જરૂર પડશે, જેથી બધું ઠીક થઈ જાય.

ઓછામાં ઓછું એક વર્ષ સુધી તો ફિલ્મ બનવાની નથી. ઘણી સમસ્યાઓ છે—પણ અમારી ત્રણેય વચ્ચે કોઈ સમસ્યા નથી. અમે તો વેલકમ ટુ ધ જંગલમાં સાથે કામ કરી રહ્યા છીએ. કેટલીક બાબતો એવી છે જે હું કેમેરા સામે કહી શકતો નથી. ઘણી એગ્રીમેન્ટ્‌સ છે જે પ્રોજેક્ટને પાછળ ધકેલી રહ્યા છે.”તેણે આગળ ઉમેર્યું, “જ્યારે સમય આવશે ત્યારે ફિલ્મ બની જશે. બસ એટલું જ છે કે ત્યાં સુધી અમે ઘરડા ના થઈ જઈએ!”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.