Western Times News

Gujarati News

કલ્યાણી પ્રિયદર્શને મને મળ્યા વગર જ ‘ભૂત બંગલા’ માટે મારું નામ સૂચવ્યું: મિથિલા

મુંબઈ, મિથિલા પાલકરની કૅરિયરને મોટો બૂસ્ટ મળ્યો છે કારણ કે તેને પ્રિયદર્શનની ભવ્ય ફિલ્મ ‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર, તબુ, વામિકા ગબ્બી સહિતના કલાકારો સાથે કામ કરવાની તક મળી છે. ફિલ્મ ૧૭ એપ્રિલે રિલીઝ થઈ છે. રિલીઝના એક અઠવાડિયા પહેલાં મિથિલાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ખુલાસો કર્યાે કે પ્રિયદર્શનની દીકરી કલ્યાણી પ્રિયદર્શને જ તેના નામ માટે ભલામણ કરી હતી.

જ્યારે મિથિલાને પૂછવામાં આવ્યું કે તે કલ્યાણીને ક્યારે અને કેવી રીતે મળી, ત્યારે તેણે આશ્ચર્યજનક રીતે કહ્યું, “અમે ક્યારેય મળ્યા જ નથી! આ જ સૌથી સુંદર વાત છે. અમે ઘણી વાર મળવાનો પ્રયાસ કર્યાે—હું જ્યારે ચેન્નઈમાં હોઉં ત્યારે તેને કહું છું અને જ્યારે તે મુંબઈ આવે ત્યારે મને જાણ કરે છે.

છતાં પણ મળવાનું શક્ય થઈ શક્યું નથી. અમે એકબીજાનું કામ જોયું છે અને તેને વખાણીએ છીએ—એ રીતે અમારી દોસ્તી થઈ છે.”તેણે આગળ કહ્યું, “તેમ છતાં તેણે માત્ર પ્રેમને ખાતર મારું નામ સૂચવ્યું. તેને વિશ્વાસ હતો કે હું આ રોલમાં ફિટ થઈશ અને તેને ખબર હતી કે તેના પિતા આ રોલ માટે કોઈને શોધી રહ્યા છે.

એ વિશ્વાસના કારણે તેણે મારા વિશે વાત કરી, આ મારા માટે બહુ મોટી વાત છે. હું તેના માટે ખૂબ આભારી છું.”કલ્યાણી પ્રિયદર્શને પણ મિથિલાની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી, “સાંભળ! મેં મારા પપ્પાને ફક્ત એટલું કહ્યું કે હું તરી ફેન છું! મેં બીજું કશું કર્યું નથીપ અને હું તને ફિલ્મમાં જોવા માટે ઉત્સુક છું!”આ કમેન્ટ પર મિથિલાએ પ્રતિસાદ આપતાં કહ્યું, “આ બહુ જ સ્વીટ છે. તે પોતે એટલું સારું કામ કરી રહી છે અને છતાં બીજા લોકોને પણ પ્રોત્સાહન આપે છે.

હું તેની ‘હૃદયમ’ (૨૦૨૨) અને ‘લોકાહ’ (૨૦૨૫)ની ફેન છું.”‘ભૂત બંગલા’ મિથિલાની ૨૦૨૬ની બીજી ફિલ્મ છે. તેની અગાઉની ફિલ્મ ‘હેપી પટેલ ખતરનાક જાસૂસ’માં તેણે એવી છોકરીનું પાત્ર ભજવ્યું હતું જેને ડાન્સ આવડતો નથી અને તેના ડાન્સ સીન્કૃવન્સે દર્શકોને ખૂબ હસાવ્યાં હતાં.

આ અંગે મિથિલાએ હસતાં કહ્યું, “મને ખબર નથી કે મેં કેવી રીતે કર્યું! વીર દાસે મને એમ જ ડાન્સ કરવા કહ્યું હતું. પરંતુ મને સંગીતની સમજ છે, એટલે આૅફ-બીટ ડાન્સ કરવો મારા માટે મુશ્કેલ છે. મેં કહ્યું, ‘તમે આૅફ-બીટ ગીત વગાડો’, પછી કોરિયોગ્રાફર્સે સ્ટેપ્સ બનાવ્યા.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.