Western Times News

Gujarati News

તુવેર દાળ અને કબૂતર દાણની આડમાં પ્રતિબંધિત જથ્થો લવાયો હતો

ડીઆરઆઈની કાર્યવાહી, તરબૂચના બીયાં અને વટાણાની દાણચોરી, ૧૩ર કન્ટેનર જપ્ત થયા-ભારતના ખેડૂતો અને ઘરેલું ઉત્પાદકોના હિતમાં તરબૂચના બિયા અને લીલા વટાણા જેવી વસ્તુઓની આયાત પર નિયંત્રણ મૂકાયા છે.

(એજન્સી) મુંબઈ, ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે પ્રતિબંધિત કૃષિ ઉત્પાદનોની દાણચોરી પકડી પાડી છે. મુંબઈ ડીઆરઆઈની ટીમે તરબૂચના બીયા અને લીલા વટાણા ભરેલા ૧૩ર કન્ટેનર જત્ત કર્યા છે. રૂ.૧૩૯ કરોડનું મૂલ્ય ધરાવતા આ ઉત્પાદનો તાન્ઝાનિયા, સુદાન અને કેનેડામાંથી લવાયા હતા.

Mumbai-based Directorate of Revenue Intelligence (DRI) has seized 132 containers of smuggled watermelon seeds and green peas at Nhava Sheva port, valued at ₹139 crore. These were imported by misdeclaring them as tur dal; the owner of the importing company has been arrested by the officials : DRI Mumbai

ડીઆરઆઈની સત્તાવાર યાદી મુજબ ન્હાવા શેવા પોર્ટ પર પ્રતિબંધિત કૃષિ ઉત્પાદનોની દાણચોરી અંગે બાતમી મળી હતી જેના આધારે તપાસ કરવામાં આવતા ૧૩ર કન્ટેનર મળી આવ્યા હતા. અંદાજે ૩,૦ર૯ મેટ્રીક ટનના જથ્થાને તુવેર દાળ અને કબૂતરના દાણની આડમાં આયત કરાયો હતો.

આયાત કરનારી કંપનીએ ખોટી માહિતી આપી હોવાથી ર૭૧૦ મેટ્રીક ટન તરબૂચના બિયા જપ્ત કરાયા હતા. જેને સુદાન અને તાન્ઝાનિયાથી આયાત કરાયા હતા જ્યારે ૩૧૯ મેટ્રીક ટન લીલા વટાણા કેનેડાથી મંગાવાયા હતા. એજન્સીને ગેરમાર્ગે દોરવા આ બન્ને વસ્તુને તુવેર દાળ અને કબૂતરના દાણા ગણાવવામાં આવ્યા હતા જૂન ર૦ર૪થી સરકારે તરબૂચના બીયાં અને લીલા વટાણાની આયાત પર પ્રતિબંધ મૂકયેલો છે.

સરકારની મંજૂરી સાથે માત્ર કોલકાતા બંદર પર આ વસ્તુઓ ઉતારી શકાય છે. વિદેશમાંથી કૃષિ ઉત્પાદનોની સસ્ભા ભાવે આયાત થવાના કારણે ખેડૂતોના હિતોને નુકસાન પહોંચે છે. તેથી ભારતના ખેડૂતો અને ઘરેલું ઉત્પાદકોના હિતમાં તરબૂચના બિયા અને લીલા વટાણા જેવી વસ્તુઓની આયાત પર નિયંત્રણ મૂકાયા છે. આ મામલે ડીઆરઆઈ દ્વારા આયાત કરનારી કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ ડીઆરઆઈ દ્વારા ચીનના ફટાકડા ભારતમાં ઘૂસાડવાનું કૌભાંડ પકડી લેવાયું હતું જેમાં ન્હાવા શેવા બંદરેથી ઓકટોબર મહિનામાં કાચની બોટલની આડમાં લવાયેલા રૂ.૪.૪ કરોડના ફટાકડા જપ્ત કરાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.