મમતા બેનર્જી ઘૂસણખોરોને રક્ષણ આપે છે: અનુરાગ ઠાકુર
File Photo
(એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન માછલી ખાવાને લઈને ઊભા થયેલા વિવાદ પર ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે જવાબ આપતા કહ્યું કે, તેમની પાર્ટી ક્્યાંય પણ ખાન-પાન, ધર્મ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક નથી લગાવતી.
તેમણે જણાવ્યું કે, તેઓ વર્ષોથી બંગાળ આવીને સ્થાનિક ભોજનનો આનંદ માણી રહ્યા છે અને ભાજપ સત્તામાં આવશે તો પણ લોકોની ખાવા-પીવાની આઝાદી જળવાઈ રહેશે. અનુરાગ ઠાકુરે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તેમની સરકાર ઘૂસણખોરોને રક્ષણ આપે છે, ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે અને રાજ્યમાં બેરોજગારી તથા મહિલાઓની અસુરક્ષા વધી છે.
તેમણે સંદેશખાલી જેવી ઘટનાઓનો હવાલો આપતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા. અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો કે, મમતા બેનર્જી તો ઘૂસણખોરોને રક્ષણ આપે છે.
બંગાળીઓને પલાયન કરવા પર મજબૂર કરી રહ્યા છે. બંગાળના યુવાનો પલાયન કરી રહ્યા છે. ચારેબાજુ બેરોજગારી છે. બાળકોના મિડ ડે મીલના પૈસા ખાઈ જાય છે. અનાજ કૌભાંડ થઈ જાય છે. એટલું જ નહીં, સીમા પર વાડ લગાવવા માટે જમીન પણ આપતા નથી.
