પશ્ચિમ બંગાળમાં અંદાજે 91 ટકા, તમિલનાડુમાં 84 ટકા વોટિંગ
પ્રતિકાત્મક
પશ્ચિમ બંગાળ અને તામિળનાડુમાં ઐતિહાસિક મતદાન
ચેન્નાઈ, કોલકાત્તા, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ૨૩ એપ્રિલ, ૨૦૨૬ પ્રથમ તબક્કાની ૧૫૨ બેઠકો પર બમ્પર વોટિંગ થયું છે. બાકીની ૧૪૨ બેઠકો પર ૨૯ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં જનતા ૧૪૭૮ ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ ૨૩૪ બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી.
સત્તાવાર પોલિંગ ટ્રેન્ડ્સ મુજબ, તમિલનાડુમાં અંદાજે ૮૪.૪૧ ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં આ આંકડો આશ્ચર્યજનક રીતે ૯૧.૪૬ ટકા સુધી પહોંચી ગયો છે. લોકશાહીના આ પર્વમાં લોકોએ મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે રાજકીય સમીક્ષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ આંકડાઓ હજુ અંદાજિત છે અને અંતિમ આંકડાઓમાં આંશિક ફેરફાર થઈ શકે છે.
પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં રેકોર્ડબ્રેક મતદાન થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમિલનાડુમાં અંદાજે ૮૨.૨૪% મતદાન થયું છે. બંગાળમાં અંદાજે ૮૯.૯૩% મતદાન થયું છે. એટલે કે બંને રાજ્યોમાં લોકોએ મોટી સંખ્યામાં વોટ નાખ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી ઘણી વધારે છે, જે દર્શાવે છે કે લોકો ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા ૨૦૨૧માં બંગાળની ચૂંટણીમાં સરેરાશ ૮૧.૬૯% મતદાન થયું હતું.
પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું, એવામાં અનેક ઠેકાણેથી હિંસા અને મારામારીના સમાચાર સામે આવ્યા છે. મુર્શિદાબાદમાં TMC અને હુમાયું કબીરની વચ્ચે ઝપાઝપી થયાનો મામલો હજુ શાંત નથી થયો, ત્યાં હવે કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલાના સમાચાર સામે આવ્યા છે.
દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકાર પર ટોળાએ હુમલો કર્યો હતો. જેના કારણે તેઓએ જીવ બચાવવા માટે ભાગવું પડ઼યું હતું.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોલીસનો એક જવાન ભાજપ ઉમેદવારને બચાવતા અને ઘટનાસ્થળેથી દૂર લઈ જતા દેખાય છે. જ્યારે પોલીસની હાજરીમાં જ કેટલાક લોકો ભાજપના ઉમેદવારને થપ્પડ અને મુક્કા મારતા દેખાય છે.
આ ઘટના વિશે કુમારગંજના ભાજપના ઉમેદવાર શુભેન્દુ સરકારનું કહેવું છે કે, કુમારગંજ વિધાનસભા ક્ષેત્રમાં ૮-૧૦ પોલિંગ સ્ટેશનો પરથી અમારા પોલિંગ એજન્ટોને જબરદસ્તી હટાવી દેવામાં આવ્યા હતા. મેં વ્યક્તિગત રીતે દખલગીરી કરી અને કહ્યું કે અમારા પોલિંગ એજન્ટોને અંદર જવા દેવામાં આવે. જ્યાં હું ત્યાં પહોંચ્યો ત્યારે TMCના કાર્યકર્તાઓએ મારા પર હુમલો કરી દીધો.
ભાજપ ઉમેદવાર શુભેન્દુ સરકારનો દાવો છે કે, ્સ્ઝ્ર કાર્યકર્તાઓએ તેમના પર હુમલો કર્યો, જેનાથી તેઓને ઇજાઓ થઈ અને તેમની ગાડીમાં તોડફોડ કરવામાં આવી. ચૂંટણી પંચે આ હુમલાખોરની તરત જ ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ આ અંગે રિપોર્ટ પણ માંગ્યો છે.
