Western Times News

Gujarati News

મતદાન મથકો પર દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોની વ્હારે આવતા પોલીસકર્મીઓ

લોકશાહીના પર્વમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની સરાહનીય કામગીરી

ગુજરાત રાજ્યમાં રવિવારે  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે યુવાનોથી લઈ વૃદ્ધ સુધીના તમામ નાગરિકો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે.

ત્યારે મતદાન મથકો પર માનવતાના દૃશ્યો પણ જોવા મળી રહ્યા છે. પોલીસ કર્મચારીઓ પોતાની ફરજની સાથે સાથે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને મતદાન બુથ સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે.

અમદાવાદના વાંચ, મણિપુર તથા બગોદરાના ભામસરા અને ગાંગડ ગામે પ્રાથમિક શાળા ખાતે વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો અમદાવાદ ગ્રામ્ય પોલીસના કર્મીઓના સહારે મતદાન મથક સુધી પહોંચ્યા હતા. પોલીસની આ મદદના કારણે વૃદ્ધો અને દિવ્યાંગો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના આ સરાહનીય કાર્યની પ્રશંસા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.