Western Times News

Gujarati News

ચારધામની યાત્રા પર જતાં પહેલા આટલું અવશ્ય કરો

ચારધામ યાત્રાના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરાઈ

દરવર્ષે ગુજરાત સહિત ભારતભરમાંથી લાખો યાત્રિકો આસ્થા સાથે હિમાલય વિસ્તારમાં આવેલી ચારધામની યાત્રા ભક્તિભાવ સાથે પૂર્ણ કરે છે. ચારધામ યાત્રાના તમામ તીર્થસ્થળો સમુદ્ર સપાટીથી અંદાજે ૨૭૦૦ મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા છે. આ અત્યંત ઊંચા હિમાલયી વિસ્તારોમાં પ્રવાસીઓને અતિશય ઠંડીઓછું વાયુ દબાણઓક્સિજનની અછત અને વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણો જેવી પડકારરૂપ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આવા સમયે તમામ યાત્રિકોની સુરક્ષા અને સુગમ યાત્રા સુનિશ્ચિત કરવા ચારધામ યાત્રા -૨૦૨૬ માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

*૧. યાત્રા પૂર્વેની તૈયારી (3P – પ્લાનિંગપ્રિપેર્ડનેસ અને પેકિંગ)*

*પ્લાનિંગ – આયોજન*  : યાત્રાળુઓએ શરીરને ઊંચાઈ અને વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે ઓછામાં ઓછા ૭ દિવસની યાત્રાનું આયોજન કરવું જોઈએ. મુસાફરી દરમિયાન દર એક કલાકના ટ્રેક કે બે કલાકના વાહન પ્રવાસ બાદ ૫-૧૦ મિનિટનો વિરામ લેવો જોઈએ.

*પ્રિપેર્ડનેસ- તૈયારી:* યાત્રાળુઓએ દરરોજ ૫-૧૦ મિનિટ શ્વસન સંબંધિત વ્યાયામ અને ૨૦-૩૦ મિનિટ ચાલવાની ટેવ પાડવી જોઈએ. ૫૫ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અથવા હૃદયરોગદમબ્લડ પ્રેશર કે ડાયાબિટીસનો ઇતિહાસ ધરાવતા યાત્રિકોએ મુસાફરી પહેલાં ફરજિયાત આરોગ્ય તપાસ કરાવી લેવી જોઈએ.

*પેકિંગ:* યાત્રાળુઓએ પૂરતા ગરમ કપડાં જેમ કે – સ્વેટરથર્મલપફર જેકેટહાથમોજામોજાંરેનકોટ અને છત્રી સાથે રાખો. પલ્સ ઓક્સીમીટરથર્મોમીટર જેવા પ્રાથમિક સાધનોનિયમિત દવાઓ સાથે રાખવી. જો ડૉક્ટર મુસાફરી કરવાની ના પાડેતો યાત્રા ટાળવી.

*૨. યાત્રા દરમિયાન સાવચેતી*

આરોગ્ય કેન્દ્રોની જાણકારી: યાત્રા માર્ગ પર આરોગ્ય વિભાગ દ્વારા સ્થાપિત મેડિકલ કેન્દ્રોપ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોના નકશાનો સંદર્ભ લેવો.

*તાત્કાલિક લક્ષણો*: જો કોઈ પણ યાત્રાળુને છાતીમાં દુખાવોશ્વાસ લેવામાં તકલીફસતત ઉધરસચક્કર આવવાચાલવામાં મુશ્કેલીઉલટી થવીત્વચા ઠંડી પડી જવી અથવા શરીરના કોઈ ભાગમાં સુનપણું લાગે તો વિલંબ કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

*સાવચેતી:* યાત્રા દરમિયાન દારૂકેફિનયુક્ત પીણાંઊંઘની ગોળીઓ અને પેઈનકિલર્સ દવાઓથી દૂર રહેવુંધૂમ્રપાન ન કરવું.  આ ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી જેમ કે ઓછામાં ઓછું બે લીટર પાણી લેવું અને પૌષ્ટિક આહાર લેવો.

*૩. ખાસ ધ્યાન આપવા જેવી બાબતો*

યાત્રા દરમિયાન ૫૫ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓગર્ભવતી મહિલાઓહૃદયરોગબ્લડ પ્રેશરદમડાયાબિટીસ અને સ્થૂળતા (ઓબેસિટી) ધરાવતા યાત્રિકોએ વિશેષ કાળજી રાખવી. કોઈપણ આરોગ્ય સંબંધિત કટોકટીના સમયે તરત જ ૧૦૪ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.