AI યુગમાં ભારત નેતૃત્વ કરશે: વિશાખાપટ્ટનમમાં $15 બિલિયનના ખર્ચે સ્થપાશે AI ડેટા સેન્ટર
અદાણી ગ્રુપ અને ગૂગલ ક્લાઉડ દ્વારા નિર્મિત આ $15 બિલિયનનું AI ડેટા સેન્ટર કેમ્પસ – જે અમેરિકાની બહારનું સૌથી મોટું કેમ્પસ
વિશાખાપટ્ટનમ, 28 એપ્રિલ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં ભારત અગ્રેસર રહે તે માટે દેશમાં મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું અનિવાર્ય છે. આ હેતુથી અદાણી ગ્રુપે ભારતના AI વિકાસને સમર્થન આપવા માટે $100 બિલિયનનું પ્લેટફોર્મ તૈયાર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, તેમ અદાણી ગ્રુપના ડાયરેક્ટર જીત અદાણીએ મંગળવારે જણાવ્યું હતું.
વિશાખાપટ્ટનમ ખાતે ગૂગલ AI ડેટા સેન્ટરના શિલાન્યાસ પ્રસંગે સંબોધન કરતા જીત અદાણીએ જણાવ્યું હતું કે, અમે ઉર્જા ઉત્પાદન, ટ્રાન્સમિશન, ડિજિટલ નેટવર્ક અને ડેટા સેન્ટર્સને સાંકળતું એક સંકલિત પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ. આ પ્લેટફોર્મ સ્વચ્છ અને ભરોસાપાત્ર ઉર્જા દ્વારા સંચાલિત હશે અને તેને સ્કેલ, સ્પીડ અને મજબૂતીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.
તેમણે સભાને સંબોધતા કહ્યું કે, “અમારી ભૂમિકા એવા ઇકોસિસ્ટમને સક્ષમ કરવાની છે જેના પર AI નિર્ભર છે. કારણ કે AIનું ભવિષ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ઘડાશે અને ઉર્જા દ્વારા સક્ષમ બનશે. જો AI એ અર્થતંત્રો અને સમાજમાં પરિવર્તન લાવવું હોય, તો તે સામાન્ય માણસને પરવડે તેવું (Affordable) હોવું જોઈએ, અને તેની શરૂઆત ઉર્જાથી થાય છે”.
Visakhapatnam, Andhra Pradesh: At the ceremony of Google Cloud India AI Hub, Director of Adani Digital, Jeet Adani, says, “…There are few moments in history when the future announces itself with clarity and conviction. Today is one such moment in Visakhapatnam, Andhra Pradesh’s… pic.twitter.com/mxUxcJugQN
— IANS (@ians_india) April 28, 2026
ગૂગલ આ પ્રોજેક્ટમાં $15 બિલિયનનું રોકાણ કરવા જઈ રહ્યું છે, જે ભારતના ઇતિહાસમાં સૌથી મોટા વિદેશી પ્રત્યક્ષ રોકાણો (FDI) પૈકીનું એક છે. જીત અદાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉર્જા કાર્યક્ષમતા અને તેના વ્યાપ પરથી નક્કી થશે કે AI કેટલી ઝડપથી પ્રયોગોના તબક્કામાંથી વ્યાપક સ્વીકૃતિ તરફ આગળ વધશે.
તેમણે નોંધ્યું હતું કે, “જેમ જેમ કમ્પ્યુટિંગનો ખર્ચ ઘટશે તેમ તેમ ઇન્ટેલિજન્સનો ખર્ચ પણ ઘટશે. જ્યારે ઇન્ટેલિજન્સ વધુ સસ્તું બનશે, ત્યારે તેની પહોંચ વધશે, સંશોધન (Innovation) ઝડપી બનશે અને વિકાસ વધુ સર્વસમાવેશક બનશે. આ જ AIનો સાચો વાયદો છે”.
ભારત એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે જે ભવિષ્યમાં વિશ્વની ડિજિટલ ઇન્ટેલિજન્સને શક્તિ આપી શકે છે. અદાણી ગ્રુપ અને ગૂગલ ક્લાઉડ દ્વારા નિર્મિત આ $15 બિલિયનનું AI ડેટા સેન્ટર કેમ્પસ – જે અમેરિકાની બહારનું સૌથી મોટું કેમ્પસ છે – તે એક મહત્વનો વળાંક સાબિત થશે.
અદાણી કનેક્ટ્સ (AdaniConneX) જેવા અગ્રણી ભાગીદારો સાથે વિકસિત આ સેન્ટર તે જ અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બનાવવામાં આવશે જે ગૂગલ સર્ચ, વર્કસ્પેસ અને યુટ્યુબ જેવી પ્રોડક્ટ્સને પાવર આપે છે.
જીત અદાણીના મતે, ભારત ઇન્ટેલિજન્સનું આર્કિટેક્ટ બનશે અને તેની પહોંચ વધારીને તેને સર્વસુલભ (Democratise) બનાવશે. તેમણે ઉમેર્યું કે, “AI ની સાચી શક્તિ તેનો કેટલા વ્યાપક સ્તરે ઉપયોગ થઈ શકે છે તેના પરથી માપવામાં આવશે અને તે પ્રવાસ અહીંથી શરૂ થાય છે.”
તેમણે વધુમાં નોંધ્યું હતું કે, “જે રીતે બેંગલુરુએ ભારતની ટેકનોલોજી ક્રાંતિને વ્યાખ્યાયિત કરી હતી, તેવી જ રીતે વિશાખાપટ્ટનમ ભારતની AI ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે”.
વર્તમાનમાં ભારતની ડેટા સેન્ટર ક્ષમતા આશરે 1.3 GW છે. “માત્ર સંદર્ભ માટે કહીએ તો, અહીં વિશાખાપટ્ટનમમાં અમે એક જ લોકેશન પર આશરે 1 GW ની કલ્પના કરી રહ્યા છીએ. આ તફાવત આવનારા પરિવર્તનના સ્કેલને પ્રતિબિંબિત કરે છે. ભારત AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરની એક નવી શ્રેણીમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં ભારત પાસે વિશ્વાસ, અમલીકરણ અને સૌથી મહત્વની બાબત ઉર્જાનો સ્પષ્ટ ફાયદો છે,” તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
Visakhapatnam, Andhra Pradesh: At the ceremony of Google Cloud India AI Hub, Director of Adani Digital, Jeet Adani, says, “…There are few moments in history when the future announces itself with clarity and conviction. Today is one such moment in Visakhapatnam, Andhra Pradesh’s emerging gateway to India’s digital future. We are here today, laying the foundation of a new era that brings together energy, data, and connectivity to power India’s next phase of growth”
