Western Times News

Gujarati News

રણવીર અને દીપિકાની પુત્રી દુઆએ પહેલીવાર લાઇવ શોનો આનંદ લીધો

મુંબઈ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ફરી માતા-પિતા બનવાના છે. દીપિકાએ થોડા દિવસ પહેલાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તે અરસામાં બંને પોતાની પુત્રી દુઆને પહેલી જ વાર એનએમએસીસીમાં લાઈવ શોમાં લઇ ગયા હતા.

દુઆએ પહેલી જ વાર લાઇવ શોનો આનંદ લીધો હતો. રણવીર અને દીપિકા કોકોમેલન સિંગ-એ- લોંગ લાઇવ ઇવેન્ટમાં પુત્રી સાથે પહોંચ્યા હતા. રણવીરે કહ્યું કે આ અનુભવ એક ખાસ અનુભવ છે. દુઆએ પહેલી વાર લાઇવ શોનો આનંદ લીધો છે. એનએમએસીસીની ઈનસટાગ્રામ સ્ટોરી પર રણવીરે એક વીડિયો શેર કરતાં પોતાના અનુભવ વિષે વાત કરી છે. ક્લિપમાં તેઓકહી રહ્યા છે કે, ‘અમારા માટે આ જરા ખાસ પળ છે. કેમ કે અમારી દુઆ બેબીનો પ્રથમ શો છે.

એનએમએસીસી ટીમનો હું આભાર માનું છું.’ દંપતીએ ૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજપોતાની પ્રથમ પુત્રીને આવકારી હતી. દીપિકા તાજેતરમાં બીજીવારની પ્રેગ્નન્સીની જાહેરાત કરી ચુકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.