Western Times News

Gujarati News

ઉનાળાની સિઝનને ધ્યાને લઈ તડબૂચ, શેરડીનો રસ અને મેંગો જ્યુસ સહિતના ૧,૭૦૫ નમૂનાની ચકાસણી કરાઈ

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ગુજરાત સરકારની લાલ આંખ

રાજ્યભરમાં “ખોરાક શુદ્ધિ અભિયાન” હેઠળ ભેળશેળિયા  તત્વો સામે કરાઈ કડક કાર્યવાહી: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Ø  એપ્રિલ માસમાં ૪,૧૯૩થી વધુ એકમોની તપાસરૂ.૮૩ લાખનું મૂલ્ય ધરાવતા ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીરનો સ્થળ પર જ નાશ

Ø  ગંભીર ઉલ્લંઘન કરનાર ૧૮ બેદરકાર એકમોને સીલ કરાયા

Ø  મહાનગરપાલિકાઓમાં નિયમોના ઉલ્લંઘન બદલ રૂ.૮૪ લાખથી વધુનો દંડ વસૂલાયો

Ø  આરોગ્ય મંત્રીશ્રીએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે બેઠક યોજી ડ્રાઇવને વધુ વેગવાન બનાવવા સૂચના આપી

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાની નીતિ પર હંમેશથી મક્કમ છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીરાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવની સમીક્ષા કરી હતી અને આ સ્પેશિયલ ડ્રાઇવને હજુ વધુ તીવ્ર બનાવવાના આદેશ આપ્યા હતા.

    આરોગ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કેગુજરાત સરકાર નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને ભેળશેળ કરતા તત્વો સામે ‘શૂન્ય સહનશીલતા’ની નીતિ અપનાવવામાં આવી છે. રાજ્યમાં “ખોરાક શુદ્ધિ અભિયાન” હજુ પણ વધુ વેગવાન બનશે.

    ભેળશેળિયા તત્વોને કડક ચેતવણી આપતા મંત્રી શ્રી પ્રફુલભાઈએ કહ્યું હતું કેજે કોઈ પણ લોકો એનાલોગ પ્રોડક્ટને પનીર તરીકે વેચીને નાગરિકો સાથે છેતરપિંડી કરશેતેમને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ફૂડ બિઝનેસ ઓપરેટરો તાકીદે નિયમોનું પાલન શરૂ કરેઅન્યથા સરકાર તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરતા જરા પણ અચકાશે નહીં.

    એપ્રિલ માસ દરમિયાન અભિયાન હેઠળ થયેલી કામગીરીની વિગતો આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેરાજ્યમાં પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે હાથ ધરાયેલી આ ડ્રાઇવ હેઠળ મેન્યુફેક્ચરિંગ યુનિટરેસ્ટોરન્ટઢાબા અને હોકર્સ સહિત કુલ ૪,૧૯૩ જેટલા એકમોની તપાસ કરવામાં આવી હતી.

    આ તપાસ દરમિયાન અંદાજિત રૂ. ૧,૮૩,૨૪૦ મૂલ્ય ધરાવતો આશરે ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીર/એનાલોગનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરીસ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાંગંભીર બેદરકારી બદલ ૨૭૦ જેટલી એકમોને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત ૧૧૮ જેટલા શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છેજેના પરિણામ આવ્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી કરાશે.

    વધુમાંમ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ રૂ. ૨,૮૪,૩૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત ગંભીર બેદરકારી દાખવનાર ૧૮ જેટલા એકમોને તંત્ર દ્વારા સીલ પણ કરવામાં આવ્યા છેતેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    આરોગ્ય મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કેઉનાળાની સિઝનને ધ્યાને રાખી શેરડીનો રસમેંગો જ્યુસઆઈસ ગોલા અને તડબૂચ વેચતા એકમો પર પણ “ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ” દ્વારા અત્યાર સુધીમાં ૧,૫૭૬ સ્થળોએ સઘન તપાસ હાથ ધરીને ૧,૭૦૫ નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી.

    આટલું જ નહીંવેપારીઓ તથા નાગરિકોમાં ખોરાકની શુદ્ધતા અને ભેળસેળ અંગે જાગૃતિ લાવવા માટે આ ડ્રાઇવ અંતર્ગત ૨૮૪ ટ્રેનિંગ કાર્યક્રમ અને ૨૫૫ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંજે એમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.