Western Times News

Gujarati News

રોડ પર ‘સોનું’ વેરાયાની અફવા ફેલાતા લોકોએ કરી પડાપડી

ઉમરગામ, દમણ-નારગોલ કોસ્ટલ હાઈવે પર આજે(૩ મે) એક અજીબોગરીબ ઘટના બની હતી, જેમાં સોનાની લાલચમાં લોકોએ રસ્તા પર ઝાડુ ફેરવી ટુકડા એકત્રિત કર્યા હતા.

નારગોલથી મરોલી સુધીના માર્ગ પર ટેમ્પામાંથી સોનેરી ધાતુના ટુકડા વેરાતા, તેને ‘સોનું’ સમજી સ્થાનિકોમાં પડાપડી થઈ ગઈ હતી. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે આ સોનું નહીં પણ તાંબાનો ભંગાર હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે ઉમરગામના નારગોલ-દમણ કોસ્ટલ હાઈવે પરથી ભંગાર ભરેલો એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો.

આ ટેમ્પામાંથી નારગોલથી મરોલી સુધીના રોડ પર ચમકતી સોનેરી ધાતુનો જથ્થો ઠેર-ઠેર વિખેરાયો હતો. સૂર્યપ્રકાશમાં આ ટુકડા સોનાની જેમ ચમકતા હોવાથી રસ્તે ચાલતા લોકો અને ગ્રામજનોમાં એવી અફવા ફેલાઈ હતી કે રોડ પર સોનું વેરાયું છે.સોનાની લાલચ એવી જાગી કે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

લોકોએ રસ્તા પર વેરાયેલા નાના-નાના ટુકડાઓને એકત્રિત કરવા માટે ઝાડુનો ઉપયોગ કર્યાે હતો. રસ્તાની વચ્ચે જીવના જોખમે લોકો આ ‘સોનેરી ખજાનો’ ભેગો કરતા નજરે પડ્યા હતા, જેને જોઈને વાહનચાલકોમાં પણ ભારે આશ્ચર્ય સર્જાયું હતું.ખરેખર, રોડ પર વેરાયેલા આ ટુકડા સોનું નહીં પરંતુ ‘કોપર ગ્રેન્યુલ્સ’ અથવા ‘કોપર ચોપિંગ’ હતા. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક વાયરમાંથી પ્લાસ્ટિક દૂર કર્યા પછી જે તાંબાનો શુદ્ધ ભૂકો કે ટુકડા વધે છે, તે અત્યંત ચમકદાર અને સોનેરી દેખાય છે.

આ શુદ્ધ તાંબુ હોવા છતાં તેની કિંમત સોનાની સરખામણીએ કંઈ જ નથી.આમ, થોડીવાર માટે સોનાની શોધમાં નીકળેલા લોકોના હાથમાં છેવટે તાંબાનો ભંગાર જ આવ્યો હતો. આ ઘટના સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.