Western Times News

Gujarati News

બંગાળમાં BJPએ બમ્પર જીત માટે બિહારની કઈ ફોર્મ્યુલા અપનાવી?

ભાજપે બિહારમાં ઘૂસણખોરો વિરુદ્ધ અભિયાન અને મુસ્લિમ તુષ્ટિકરણને મોટો મુદ્દો બનાવ્યો હતો.

(એજન્સી)કોલકાતા, બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મહાવિજય માટે જે ફોર્મ્યુલાનો સફળતાપૂર્વક પ્રયોગ કર્યો હતો, તે જ વ્યૂહરચના બંગાળમાં પણ અજમાવવામાં આવી અને તે સંપૂર્ણ રીતે સફળ રહી. ભાજપે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોથી સાબિત કરી દીધું છે કે, તે હવે માત્ર ઉત્તર ભારતની પાર્ટી નથી. સમગ્ર પૂર્વ ભારતમાં પણ હવે ભગવો લહેરાઈ રહ્યો છે.

ઓડિશા અને બિહારની સાથે હવે બંગાળમાં પણ ભાજપનો વિજય જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીથી જ ભાજપે બંગાળ ફતહ કરવાનો રસ્તો તૈયાર કર્યો હતો. બિહારની ફોર્મ્યુલા બંગાળમાં પણ કામ કરતી દેખાઈ રહી છે. ઘૂસણખોરોને બહાર કાઢવા, ભય અને ભ્રષ્ટાચાર સામે સુશાસનનું મોડલ તથા મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓને વર્તમાન સરકાર વિરુદ્ધ જોરશોરથી ઉઠાવવામાં આવ્યા હતા.

એસઆઈઆર નો મુદ્દો ઃ- બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મતદાર યાદીની સમીક્ષાના અભિયાન વિરુદ્ધ વોટની ચોરીને મુદ્દો બનાવ્યો હતો, પરંતુ ભાજપ બેકફૂટ પર ન આવ્યું. ભાજપે તેને ઘૂસણખોરોને બહાર કાઢવાનું સાધન ગણાવ્યું અને આક્રમક રીતે આ મુદ્દાનો ચૂંટણીમાં ઉપયોગ કર્યો. ઘૂસણખોરો વિરુદ્ધ ભાજપ અસમથી લઈને બંગાળ સુધી આક્રમક વલણ ધરાવતું હતું અને ધ્રુવીકરણ દ્વારા જનતાએ આ મુદ્દાને આવકાર્યો હતો.

હિન્દુ મતોના ધ્રુવીકરણથી મુસ્લિમ કાર્ડ નિષ્ફળ ગયું ઃ- ભાજપે બિહારમાં ઘૂસણખોરો વિરુદ્ધ અભિયાન અને મુસ્લિમ તુષ્ટિકરણને મોટો મુદ્દો બનાવ્યો હતો. બિહારમાં ૨૦ ટકાથી વધુ મુસ્લિમ મત હોવા છતાં NDA ૨૦૦ બેઠકોના આંકડાને પાર કરી ગયું હતું.

બિહારને અડીને આવેલા બંગાળના વિસ્તારોમાં પણ આ રાજકીય સંદેશ પહોંચ્યો હતો. મુસ્લિમ કાર્ડ સામે હિન્દુ મતોના ધ્રુવીકરણથી પરિણામો સંપૂર્ણપણે બદલાઈ ગયા, જ્યારે બંગાળમાં લગભગ ૧૦૦ બેઠકો પર મુસ્લિમ મતો ૨૦ થી ૪૦ ટકા સુધી છે.

મોદીની છ ગેરંટી:- બિહાર ચૂંટણી પહેલા ભાજપ-જેડીયુ ગઠબંધને ૧૨૫ યુનિટ મફત વીજળી સાથે મહિલાઓને ૧૦ હજાર રૂપિયાની રોજગાર સહાય યોજના રજૂ કરી હતી. ભાજપનું આ મહિલા કાર્ડ સફળ રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.