Western Times News

Gujarati News

અમદાવાદની પતંગ હોટલના માલિકોના જમીન કૌભાંડમાં બેંક લોન મામલે પોલીસે તપાસ આદરી

પ્રતિકાત્મક

કામરેજ પોલીસે આરોપીઓના અમદાવાદના ઠેકાણે દરોડા પાડી શોધખોળ આદરી

(એજન્સી)સુરત, અમદાવાદની પતંગ હોટલના માલીકો ઉમંગ ઠકકર નીલ ઠકકર અને કંઠ ઠકકર સામે રૂ.૧.પ૬ કરોડની ઠગાઈની ફરીયાદ સુરત ગ્રામ્યના કામરેજ પોલીસેલલ નોધી હતી. આ જમીન પર પ્રોજેકટ આયોજકો બેક લોન લીધી હોવા તરફ પોલીસે ગુપ્ત તપાસ શરૂ કરી છે. કામરેજ પોલાસે આરોપીઓના અમદાવાદના ઠેકાણે દરોડા પાડી શોધખોળ આદરી છે. જો કે ઠકકર બંધુઓ ભાગી છુટયા છે.

સુરત શહેરના જહાંગીરબાદ પાસે રાધેપાર્ક સોસાયટીમાં રહેતા પુષ્પક દિનેશભાઈ પટેલે કામરેજ પોલીસ મથકમાં અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને સન્યસંકલ્પ બિલ્ડકોન એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીન ભાગીદારો એવા બિલ્ડર પિતા પુત્રો ઉમંગ હરી ઠકકર, કંઠ ઉમંગ ઠકકર, નીલ ઉમંગ રહે. અમદાવાદ વિરૂધ્ધની ફરીયાદ નોધાવી છે.

ઠકકર પિતા પુત્રો અમદાવાદમાં પતંગ હોટલના સંચાલકો ક્રમ માલીકો છે. ઠકકર પિતા-પુત્રએ વર્ષ ર૦રપમાં ખોલવડ ગામમાં સહજાનંદ નિર્વાણા નામનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. લોભામણી જાહેરાતોથી આકર્ષાઈને પુષ્પક સહીત ૧પ વ્યકિતઓએ લાલચમાં આવી પ્લોટ લેવાની ઈચ્છા વ્યકત કરી હતી.

જેમાં માલીક અંગે પૃચ્છા કરતા અમદાવાદના સત્યસંકલ્પ બિલ્ડકોન એલ.એલ.પી. નામની ભાગીદારી પેઢીના ભાગીદારીઓ ઉમંગ હરી ઠકકર, કંઠ, ઠકકર નીલ ઉમંગ ઠકકર આ નવા પ્રોજેકટના માલીકો હોવાનું જાણવા મળ્યું હતું. પુષ્પકભાઈએ આરોપી બિલ્ડર ઉમંગ ઠકકર સાથે ફોન પર વાત પણ કરી હતી. ઉમંગ ફોન પર મીઠી-મીઠી વાતો કરી પુષ્પકભાઈને જાળમાં ફસાવ્યા હતા.

અને બુકીગ પેટે તેમણે ટુકડે કટુડે કુલ ૬પ.પ૯ લાખ ચુકવી પણ દીધા હતા. ઉપરાંત આ પ્રોજેકટમાં પુષ્કર પટેલ સહીત અન્ય ૧૪ જણાએ કુલ રૂ.૧.પ૬ કરોડ જેટલી રકમ ચુકવી હતી. પરંતુ પ્રોજેકટમાં નાણા લીધા પછી પ્લોટ નહી આપીને દગાખોરી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.