Western Times News

Gujarati News

કેટી પેરીએ બોયફ્રેન્ડ જસ્ટિન ટુડો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી

મુંબઈ, હોલીવુડ સિંગ કેટી પેરીએ પોતાના બોયફ્રેન્ડ જસ્ટિન ટ્‌›ડો સાથે રજાઓ વીતાવી તે પળોની તસવીરો શેર કરી છે. તસવીરોમાં જસ્ટિન ટૂડો અને કેટી પેરી ખૂબ નજીક આવી ગયા હોવાનું નજરે પડે છે.

૧૭ સ્લાઈડની તસવીરો શેર કરીને કેટીએ એ બતાવવા પ્રયાસ કર્યાે છે કે જસ્ટિનનું તેના જીવનમાં આવવું તે કેટલું મહત્વનું છે? કેટી પેરીએ ઈનસ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તેની મિત્ર અને મોડેલ મિરાન્ડાકેર પણ જોવા મળે છે. કેપ્શનમાં લખ્યું છે “એપ્રિલનો વરસાદ મે મહિનામાં ફૂલને જન્મ આપે છે.”

વીતેલા કેટલાક સમયથી કેટી પેરી અને જસ્ટિન ટૂડો અનેકવાર સાથે જોવા મળ્યા છે. ગયા વર્ષે જુલાઈ મહિનાથી જ બંને સાથે હોવાની ચર્ચાને વેગ મળ્યો હતો. તે પછી બંનેએ ડિસમ્બર, ૨૦૨૫માં તો સંબંધોનો જાહેર સ્વીકાર કરી લીધો હતો. બંને લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ નિભાવી રહ્યા છે. કેટી અમેરિકામાં રહે છે જ્યારે ટૂડો કેનેડામાં રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.