Western Times News

Gujarati News

સિમેન ટેકનોલોજી દ્વારા જે પશુઓ ગાભણ થયા હતા તેમાં 90% જેટલા કિસ્સાઓમાં પાડી કે વાછરડી જ જન્મી

પાડા-વાછરડામાંથી પશુપાલકોનો છુટકારો:  માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી પશુપાકોએ અપનાવી

પશુપાલકોની માંગને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ વર્ષ દરમિયાન વધુ 8 લાખ લાખ સેક્સ્ડ સિમેન ડોઝના ઉત્પાદનનું રાજ્ય સરકારનું આયોજન

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં રાજ્યના ખેડૂતો-પશુપાલકોની આવક બમણી કરવાના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે પૈકી પશુ ઓલાદ સુધારણા થાય અને તેના થકી દૂધ ઉત્પાદન વધે તે માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે.

ગાંધીનગર:  પાટણ જિલ્લાનાં સરસ્વતી તાલુકાનાં કોઇતા ગામનાં પશુપાલક તૌફિકભાઇ મોમિન પાસે 40 ગાયો અને 130 ભેંસો છે. રોજનું અંદાજિત 250 લીટર દૂધ ભરે છે. અત્યાર સુંધી તેમને એ ચિંતા રહેતી કેગાય કે ભેંસ ગાભણ થાય ત્યારે જો પાડો કે વાછરડી આવશે તો તેનો ખર્ચ કેમ ઉપાડવોપણ છેલ્લા થોડા સમયથી તેમની આ ચિંતા દૂર થઇ ગઇ છે. કેમ કેતેમણે તેમના પશુઓમાં સેક્સ્ડ સિમેન ટેકનોલોજીની મદદથી કુત્રિમ બિજદાન કરાવ્યું અને તમામ છ ગાયોને માત્ર વાછરડોનો જ જન્મ થયો.

 

“સરકારની આ નવી ટેકનોલોજીનાં કારણે અમને ખુબ ફાયદો થયો છે. પાડા અને વાછરડાનો જન્મ અટકી જતા નિભાવ ખર્ચ ઘટ્યોઉપરાંતપશુઓમાં દૂધ ઉત્પાદન વધ્યું અને માત્ર બે જ વર્ષમાં વાછરડી ફરી દૂધ આપતી થઇ જાય છે એટલે આવક પણ વધી. હવે હું આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરું છુ,’’ તૌફિકભાઇએ સેક્સ્ડ સિમેન ટેકનોલોજી વિશેનાં ફાયદા ગણાવતા કહ્યું.

 ગાય કે ભેંસ ગાભણી થાય ત્યારે પશુપાલકોને એ ચિંતા રહેતી હોય છે કેપાડો કે વાછરડો તો નહીં જન્મે નેપણ હવે ગુજરાતનાં પશુપાલકો આ ચિંતામાંથી મુક્ત થઇ ગયા છે.  કેમ કેગુજરાત સરકારનાં પશુપાલન વિભાગ દ્વારા સેક્સ્ડ સિમેન ટેકનોલોજીનો ઉપયોગ વધે તે માટે મોટા પ્રમાણમાં પ્રયાસ હાથ ધર્યા છે અને તેમાં મોટી સફળતા મળી છે.

 પશુપાલન ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પ્રગતિના કારણે આજે એવી ટેકનોલોજી ઉપલબ્ધ બની છેજેના દ્વારા ૯૦ % સુધીની ચોકસાઇ સાથે માદા બચ્ચાનો જન્મ શક્ય બન્યો છે.

 પાટણ ખાતે સ્થાપિત સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ

     ગુજરાત રાજ્યનાં પશુપાલન વિભાગ દ્વારા પાટણ ખાતે ‘ગુજરાત બોવાઇન સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ’ સ્થાપવામાં આવી છે. વર્ષ 2018-19 માં 8 લાખ સેક્સ્ડ સિમેન ડોઝના ઉત્પાદન માટેનાં પ્રોજેક્ટને ભારત સરકારે મંજૂરી આપી હતીજેમાં 60 % કેન્દ્ર સરકારનો અને 40 % રાજ્ય સરકારનો હિસ્સો હતો. જૂન-2021 થી ‘ગુજરાત બોવાઇન સિમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ’ ખાતે સેક્સ્ડ સિમેન ડોઝનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને ફેબ્રુઆરી – 2026 સુધીમાં કુલ 8 લાખ સેક્સ્ડ સિમેન ડોઝનું ઉત્પાદન પૂર્ણ થયું.

 મહત્વની સફળતા

     ફેબ્રુઆરી-2026 સુધી પશુપાલન ખાતાની ક્ષેત્રિય કચેરીઓ દ્વારા કુલ 3.41 લાખ ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યોજેમાંથી  63,439 પશુઓ ગાભણ થયા હતા. ગાભણ પશુઓ પૈકી 37,469  બચ્ચાઓનો જન્મ થયો હતોજે પૈકી માત્ર 3,285  નર બચ્ચાઓ હતા અને બાકીનાં તમામ એટલે કે 34,184  માદા (પાડી કે વાછરડી) હતા. એટલે કેઆશરે 91.23 % માદા બચ્ચાનો જન્મ નોંધાયો છેજે આ ટેકનોલોજીની સફળતા સાબિત કરે છે.

     સેક્સ્ડ સિમેન (લીંગ નિર્ધારીત વિર્ય)” એક એવી ટેકનોલોજી છેજે પશુ સંવર્ધન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહી છે. એટલે કેપશુપાલક જો ઇચ્છે કેતેની ગાય કે ભેંસને માદા બચ્ચુ જ જન્મે તો એ હવે શક્ય બન્યું છે.

 સેક્સ્ડ સિમેન એટલે શું?

 કુદરતી રીતે નરના વિર્યમાં બે પ્રકારના રંગસૂત્ર ધરાવતા શુક્રાણુઓ હોય છે- “X” અને “Y”.

•   “Y” રંગસૂત્રથી નર બચ્ચાનો જન્મ થાય છે.

•   “X” રંગસૂત્રથી માદા બચ્ચાનો જન્મ થાય છે.

 સામાન્ય સ્થિતિમાં બંનેનું પ્રમાણ લગભગ સમાન હોવાથી નર કે માદા બચ્ચા જન્મવાની સંભાવના 50-50  ટકા રહે છે.

 પરંતુ સેક્સ્ડ સીમેન ટેકનોલોજી દ્વારા “X” અથવા “Y” શુક્રાણુઓને વૈજ્ઞાનિક રીતે અલગ/નિષ્ક્રિય કરીને આશરે 90 % સુધીની ચોકસાઈ સાથે માદા બચ્ચા પ્રાપ્ત કરી શકાય તે મુજબના ફ્રોઝન સીમેન ડોઝ બનાવવામાં આવે છે. ખાસ કરીને માદા બચ્ચાનો જન્મ વધારવા માટે આ તકનિક અત્યંત ઉપયોગી છે.

 આખલા/પાડા / બળદમાંથી મુક્તિઆવક વધી

 સેક્સ્ડ સિમેનનાં ઉપયોગથી મુખ્યત્વે માદા બચ્ચાનો જન્મ થાય છેજેના કારણે નર પાછાળ ખાણ-દાણ અને ઘાસચારાનો ખર્ચ કરવો પડતો નથી. જ્યારે માદા જન્મે એટલે થોડા જ વર્ષોમાં દૂધ ઉત્પાદન વધે છે. આ ઉપરાંતબહારથી નવી ગાય કે ભેંસ ખરીવદવાની જરૂર પડતી નથી. જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય ઓછો થાય છે. પશુપાલક વધારાની વાછરડીઓ વેચીને પણ આવક પણ મેળવી શકે છે. આ ટેકનોલોજીથી પશુ ઓલાદ સુધારણા ઝડપી થાય છે.

 ઉપરાંત પશુ સંવર્ધન ક્ષેત્રની આધુનિક પ્રજનન તકનીકો જેવી કે પ્રોજેની ટેસ્ટીંગ (P.T.), એમ્બ્રીયો ટ્રાન્સફર (E.T.) અને ઇન વિટ્રો ફર્ટિલાઈઝેશન (I.V.F.) કાર્યક્રમોની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે.

 પશુપાલકો માટે સરકારે ડોઝનો ભાવ ઘટાડ્યો

 રાજ્ય સરકારને સેક્સ્ડ સિમેન ડોઝનો ઉત્પાદન ખર્ચ રૂ. 710/- પ્રતિ ડોઝ હતો જેની સામે પશુપાલકોને આ અધ્યતન ટેકનોલોજીનો લાભ મળે તે માટે પશુપાલકો પાસેથી પ્રતિ ડોઝ રૂ. 300 લેવામાં આવતો હતો જેને વધુ ઘટાડી હવે માત્ર રૂ. 50 પ્રતિ ડોઝ કરવામાં આવ્યો છે.

 પશુપાલકો હવે પશુપાલન ખાતાની ક્ષેત્રિય કચેરીઓ મારફતે માત્ર રૂ. 50 પ્રતિ ડોઝ ચૂકવી પોતાના પશુઓમાં સેક્સ્ડ સિમેનથી કૃત્રિમ બીજદાનની સેવાઓ મેળવી શકે છે. રાજ્યના દૂધ સંઘો દ્વારા પણ સેક્સ્ડ સિમેન ડોઝનું ઉત્પાદન કરી નજીવી કિંમતે પશુપાલકોને કૃત્રિમ બીજાદાનની સેવાઓ આપવામાં આવે છે. 

 વર્ષ 2025-26 દરમ્યાન ગુજરાતનાં વિવિધ દૂધ સંઘો દ્વારા 7.09 લાખ સેક્સ્ડ ફ્રોઝન સિમેન ડોઝનું ઉત્પાદન કરી સભાસદ પશુપાલકોના પશુઓમાં 3.35 લાખ બીજદાન કર્યું છે. આ પૈકી 52,246  પશુઓ ગાભણ થયા હતા. ગાભણ પશુઓ પૈકી 30719 વિયાણ થયા હતા. જેમાંથી 24968 જેટલા એટલે કે 81 % માદા બચ્ચાઓનો જન્મ થયો હતો.  


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.