Western Times News

Gujarati News

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BJP- કોંગ્રેસની પેનલો કેમ તૂટી ?! મતદારોમાં અનેક તર્ક – વિતર્ક ?!

સરદાર પટેલના યુગમાં “સેવાલક્ષી રાજધર્મ” ચાલતો હતો ત્યારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં એક રાજનિતિ ચાલતી હતી ! આજે પ્રજા બે ધ્રુવ વચ્ચે વહેંચાઈ ગઈ છે તેને એક કરવાની રાજનિતિ પૂનઃજીવીત કોણ કરશે ?!

ખાડીયામાંથી પેનલમાં ત્રણ હિન્દુઓ અને એક મુસ્લિમ જીત્યા ! દરિયાપુરમાંથી બે હિન્દુ અને બે મુસ્લિમો જીત્યા ! પ્રજાની વિચારવાની દિશા બદલાઈ રહી છે ?!

અમેરિકાના અતિ ખ્યાતનામ ન્યાયવિદ્દ જસ્ટીસ હોમ્સ કહે છે કે, “બંધારણના અને સિધ્ધાંતોમાં જે કોઈપણ એક સિધ્ધાંત અનિવાર્યપણે ધ્યાન ખેંચતો હોય તો તે છે મુકત વિચારનો સિધ્ધાંત જેઓ આપણી સાથે સહમત છે, તેમને માટે મુકત વિચાર એમ નહીં, પણ જે વિચાર પ્રત્યે આપણને નફરત છે તેને માટે સ્વાતંત્ર્ય”!!

જયારે મહાત્મા ગાંધી કહે છે કે, “જયાં ભુલો કરવાની આઝાદી ન હોય એવી સ્વતંત્રતા કોઈ કામની નથી”!! ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની જેમાં જીલ્લા પંચાયતની, તાલુકા પંચાયતોની તથા મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ ગઈ ! ગુજરાતમાં મુકત અને ન્યાયી ચૂંટણી તો થઈ પણ રાજકીય નૈતિકતાના અદ્યઃપતનનો માહોલ રચાયો ! અને મતદારો ઉદાસીન રહ્યા ત્યારે લોકશાહી મૂલ્યોનું પોસ્ટમોર્ટમ જરૂરી બન્યું છે ?!

સરદાર વલ્લભભાઈ પટેલના દ્રષ્ટિકોણ વાળુ ભારત અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ વાળુ ગુજરાત કયાં ખોવાઈ ગયું છે ?! આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને દેશના પ્રથમ ગૃહમંત્રીશ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાત જન્મભૂમિ અને કાર્યભૂમી છે ! વર્ષ ૧૯૧૨ માં શ્રી વલ્લભભાઈ પટેલ પ્રથમ નંબરે બેરિસ્ટરની પરીક્ષા પાસ કરી હતી ! અને અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી !

સામાજિક કાર્યાેમાં અગ્રેસર હતાં ! અને નગરપાલિકાના તટસ્થ વહીવટ માટે અભૂતપૂર્વ પુરૂષાર્થ કરેલો છે ! વર્ષ૧૯૧૭ માં તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી બન્યા વર્ષ ૧૯૨૧ માં ભરૂચમાં ગુજરાત રાજકીય પરિષદનું અધિવેશન સરદાર પટેલની અધ્યક્ષતામાં મળ્યુ હતું ! જેમાં સરદાર વલ્લભભાઈ પટેલે કોમી એકતા, દારૂબંધી, સ્વદેશી ભાવના, અસ્પૃષ્યતા નિવારણ પર તેમણે સચોટ અને સ્પષ્ટ રજૂઆત કરી હતી !

ખેડા જીલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલ નુકશાનને કારણે પાક ઓછો થતાં મહેસૂલ માફીની માંગણી માટે ગુજરાતમાં છ મહિના સુધી સત્યાગ્રહ કર્યાે ! ત્યારે સરકારે મહેસૂલ માફીનું સમાધાન કર્યુ ! વર્ષ ૧૯૨૨ થી તેઓ ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમોમાં જોડાયા ! ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા મોટું ભંડોળ ઉભુ કર્યુ હતું ! વર્ષ ૧૯૨૭ માં બ્રિટીશ સરકારે કરેલા મહેસૂલ વધારા સામે આઠ માસ સુધી સત્યાગ્રહ કરતા બ્રિટીશ સરકારે ઝુકવું પડયું અને ત્યારે લોકોએ જ સરદાર વલ્લભભાઈ પટલને “સરદાર” નું બિરૂદ આપ્યું !

ત્યારથી સરદાર પટેલ તરીકે સમગ્ર ભારત તેમને ઓળખે છે ! સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ ૧૯૩૮ માં રાજકોટ સત્યાગ્રહનો પ્રારંભ કર્યાે ! વર્ષ ૧૯૩૯ માં વડોદરા રાજય પ્રજા મંડળને તેની ન્યાયી લડતમાં માર્ગદર્શન આપ્યું ! આ ઉપરાંત ભાવનગર જેવા દેશી રાજયોમાં પ્રજા પરિષદનું નેતૃત્વ કર્યુ !!

વર્ષ ૧૯૪૨ માં કોંગ્રેસની હિન્દ છોડોની ચળવળમાં જોડાયા – નેતૃત્વ કર્યુ ! તેમની ધરપકડ થઈ ! વર્ષ ૧૯૪૫ સુધી જેલવાસ ભોગવ્યો !વર્ષ ૧૯૪૭ માં દેશ આઝાદ થયો ! ૫૬૨ રજવાડા એક કર્યા ! તેઓ કોંગ્રેસ ઉમેદવાર તરીકે સંસદમાં ચૂંટાયા ! નાયબ વડાપ્રધાન બન્યા ! દેશના પ્રથમ ગૃહપ્રધાન બન્યા ! તેઓએ ગૃહપ્રધાન તરીકે દેશમાં એકતા અને અખંડિતતા માટે પ્રચાર અને પ્રસાર કર્યાે તેઓ ગાંધીવાદી બિનસાંપ્રદાયિકતા, અહિંસા અને રાજકીય નૈતિકતાના પ્રખર પ્રહરી હતાં !

તેઓની રાજનિતિ સેવાની અને મૂલ્યનિષ્ઠાની રાજનિતિ હતી ! “સત્તા કે લીયે કુછ ભી કરેગા”! એવા રાજનેતા નહોતા ! ફકત નૈતિકતાની વાત નહોતા કરતા રાજકારણને બંધારણવાદની ભાવનાઓ સાથે જોડી બતાવ્યું હતું વિકટ પરિસ્થિતિમાં દેશ સંભાળ્યો હતો ! તા. ૧૫-૧૨-૧૯૫૦ ના રોજ હૃદય રોગના હુમલાથી તેઓનું અવસાન થયું હતું ! આજે ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં ખુલ્લેઆમ લુંટફાટ થાય છે, ગુન્હાખોરી વધી છે !

ભ્રષ્ટાચાર, દુરાચાર વધ્યો છે અને મતદારોની ઉદાસીનતા વધી છે ! ત્યારે આજે લોહપુરૂષ, રાજકીય નૈતિકતાના પ્રહરી, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોના રખેવાળ તથા સત્તા નહીં સેવા માટે ગુજરાતને કર્મભૂમિ બનાવનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ખોટ સાલી રહી છે ! ગુજરાત સરદારના અનુયાયીની શોધ કરશે ?! દેશમાં રેવડીનું રાજકારણ કોણ સમાપ્ત કરશે ?!

ગુજરાત હાઈકોર્ટ ખાતે આઝાદીના પર્વ નિમિત્તે યોજાતા ધ્વજવંદન કાર્યક્રમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પ્રજાની આઝાદીની સુરક્ષા અને કાયદાના શાસનની રક્ષાનો સંદેશો અપાય છે ! અને નૈતિકતાની રખેવાળી કરાય છે !

ગુજરાતમાં તા. ૦૧-૦૫-૧૯૬૦ થી અલગ ગુજરાત હાઈકોર્ટ અÂસ્તત્વમાં આવી ! ત્યારે ગુજરાત હાઈકોર્ટના એક મુખ્યન્યાયાધીશશ્રી સાથે ગુજરાત હાઈકોર્ટ કાર્યરત બની હતી ! આજદિનસુધી ગુજરાત હાઈકોર્ટના અનેક ચીફ જસ્ટીસશ્રીઓઆવ્યા અને ગયા ! અનેક ન્યાયાધીશો નિવૃત્ત થયા ! પણ ગુજરાતના ન્યાયતંત્રે ન્યાયધર્મની ગરિમા અને પ્રજાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે !

સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ બંધારણવાદની ભાવના, કાયદાનું શાસન અને સામાજીક નૈતિકતાની રખેવાળી ગુજરાત હાઈકોર્ટ દ્વારા થતી રહી છે ! માટે તો આજે અન્યાય થાય ત્યારે ગુજરાતનો નાગરિક અદાલતોના દરવાજે જઈ ઉભો રહે છે ! અને આ ભરોસો ન્યાયાધીશોએ જાળવી રાખ્યો છે ! ન્યાય પ્રણાલીનો સૌથી વિશ્વસનીય પાયો ચારિત્ર્ય, પ્રમાણિકતા અને નિડરતા છે !

“એ.આઈ.” ના જમાનામાં પણ માનવીય સંવેદના, માનવીય મૂલ્યો અને માનવતાની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી ! આધુનિકતાના વિકાસ સાથે ગેરરિતીઓ, ભ્રષ્ટાચાર, દુરાચાર અનેક ઘણો વધી ગયો છે ! એ ગંભીરતાથી વિચારવાનો સમય આવ્યો છે ! રાજનેતાઓ તો સત્તા માટે ડગલે ને પગલે રાજધર્મ ભુલે છે ! અને નૈતિકધર્મ ભુલે છે ! ત્યારે “ન્યાયધર્મ” જ લોકોને વિશ્વાસ અને ભરોસો જાળવે છે !

ગુજરાતમાં મ્યુનિ. કોર્પાેરેશનમાં કોર્પાેરેટરો ચૂંટાય છે ! પણ પ્રજાની સમસ્યાઓ હલ થતી જ નથી ?! ગેરકાયદેસર દબાણો હટતા નથી ?! ધ્વનિ પ્રદુષણો અટકાવાતા નથી ?! રોડ-રસ્તામાં કથિત ખાઈકી થાય છે ! ત્યારે અંતે ગુજરાત હાઈકોર્ટે પ્રજાની મદદે આવવું પડે છે ?!

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો, ગેરકાયદેસર પા‹કગો અને બેફામ ધ્વનિ પ્રદુષણો થાય છે ! અમદાવાદ શહેરમાં સેવાના નામે મ્યુનિ. કોર્પાેરેટરો ચૂંટાય છે ને સત્તા મળ્યા પછી કથિત રીતે ગાયબ થઈ જાય છે ! લોકોના પ્રશ્નો ઉકેલતા નથી અને ગેરકાયદેસર દબાણો બચાવવા વકીલાતો કરતા હોય છે ! શું તેમને ગેરકાયદેસર પાર્કિંગ દેખાતું નથી ?! પરંતુ અંતે તો કાયદાનું શાસન જાળવવા અને ટકાવી રાખવા નામદાર કોર્ટાે તો મ્યુનિ. કોર્પાેરેશનના અધિકારીઓને કાન પકડાવવા પડે છે ! આ છે આજે ગુજરાતની પરિસ્થિતિ ?!

ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી ભાર્ગવભાઈ કારીયા તથા જસ્ટીસ શ્રી એલ. એસ. પીરઝાદાની ખંડપીઠે અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટતા, ગેરકાયદેસર પા‹કગની સમસ્યાઓ વકરતા અને ઠેર, ઠેર ધ્વનિ પ્રદુષણો ખુલ્લેઆમ વધતા એને ન્યાયતંત્રે પોતાનો “ન્યાયધર્મ” અદા કરવાનો સમય આવતા તાજેતરમાં જ ગુજરાત હાઈોર્ટ ઓનલાઈન સરકારના અને મ્યુનિ. કોર્પાેરેશનના ઉચ્ચ અધિકારીઓ સામે સીધા સવાલો ઉઠાવ્યા હતાં

અને કહ્યું હતું કે, “ફકત કાગળો પણ પોલીસી બનાવો છો ! વાસ્તવિકતામાં કશું કરતા નથી”! જસ્ટીસ શ્રી ભાર્ગવભાઈ કારીયા અને જસ્ટીસ શ્રી એલ. એસ. પીરઝાદાની ખંડપીઠે મ્યુનિ. કમિશ્નરને તતડાવી નાંખતા પુછયું હતું કે, “દંડના આંકડાથી એ સાબિત થતું નથી કે તમે પ્રશ્નો હલ કર્યા છે ?!” છેલ્લા ૭ વર્ષથી કોઈ કામગીરી કરી જ નથી ?! ખરા અર્થમાં કોઈ કાજ થયું જ નથી ?!

ધ્વનિ પ્રદુષણનું મોનીટરીંગ પણ થયું નથી, હવે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કેસમાં અધિકારીઓ કામ નહીં બતાવી શકયા તો જેલમાં જવું પડશે ! એવું ચિત્ર દેખાઈ રહ્યું છે ! બાકી ચૂંટાયેલા ધારાસભ્યો કે કોર્પાેરેટરોનો જાણે પગાર ભથ્થા માટે ચૂંટણી લડતા હોય એવું ચિત્ર પ્રજાને દેખાય છે ?!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.