Western Times News

Gujarati News

ધોરણ-૧૦ (SSC) પરીક્ષાનું ઐતિહાસિક ૮૩.૮૬% પરિણામ જાહેરઃ ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્રનું 100 ટકા પરિણામ

આ પરીક્ષા સમગ્ર રાજયના 10006 કેન્દ્રોમાં લેવામાં આવેલ. ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100 ટકા પરિણામ મેળવીને મોખરે રહ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્ર 33.74 ટકા પરિણામ મેળવી સૌથી છેલ્લે રહેલ છે.

રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની જેલોમાં ગોઠવાયેલ પરીક્ષા કેન્દ્રોમાં 61 બંદીવાન પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી.

ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૬ મે, ૨૦૨૬ બુધવારના રોજ ધોરણ-૧૦ (એસ.એસ.સી.) પરીક્ષાનું ઐતિહાસિક ૮૩.૮૬% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું રેકોર્ડબ્રેક પરિણામ માનવામાં આવે છે. આ વર્ષે કુલ ૭,૬૯,૯૯૩ નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી ૭,૫૬,૩૯૨ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ૬,૩૪,૩૨૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

પરિણામમાં જાતિવાર તફાવત જોતા, વિદ્યાર્થિનીઓએ ૮૮.૨૮% પરિણામ સાથે વિદ્યાર્થીઓના ૮૦.૧૨% કરતા બાજી મારી છે. રાજ્યની ૧,૬૯૭ શાળાઓએ ૧૦૦% પરિણામ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે ૩૯ શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. આ વર્ષે ૩૫,૫૦૮ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે શિક્ષણની સુધરતી ગુણવત્તાનો સંકેત આપે છે.

જિલ્લાવાર પ્રદર્શનમાં ૯૦.૮૫% પરિણામ સાથે નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો છે, જ્યારે ૭૬.૪૨% સાથે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી નીચું નોંધાયું છે. કેન્દ્રવાર વિગતોમાં ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર ૧૦૦% પરિણામ સાથે મોખરે રહ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાનું મુનખોસલા કેન્દ્ર ૩૩.૭૪% પરિણામ સાથે સૌથી છેલ્લે રહ્યું છે.

આ વર્ષે ગુજરાતી માધ્યમનું પરિણામ ૮૨.૭૬% અને અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૪.૯૧% રહ્યું છે. બોર્ડ દ્વારા પરીક્ષામાં ચોરી જેવી ગેરરીતિઓ રોકવા માટે સીસીટીવી સર્વેલન્સનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો હતો, જેમાં ૧,૦૮૨ જેટલા ગેરરીતિના કેસો પણ નોંધાયા છે. સફળ ઉમેદવારોને ડિજિટલ માર્કશીટ વોટ્સએપ અને બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વર્ષભર મહેનત કરીને આગળ વધવા માંગતા પરીક્ષાર્થીઓને ન્યાય આપી શકાય અને ટૂંકા રસ્તા અપનાવી પરીક્ષામાં ભ્રામક સફળતા મેળવનારને અટકાવી શકાય તે જોવું આપણા સૌની ફરજ બને છે. આ વર્ષે પરીક્ષા દરમ્યાન ગેરરીતિના 05 કેસ નોંધાયેલ હતા. જ્યારે €લ/ કેમેરાના વીડિયો ફૂટેજના આધારે પ્રાથમિક રીતે ગેરરીતિમાં સામેલ જણાતા 233 પરીક્ષાર્થીઓના પરિણામ અંગે બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૃબરૃ સુનાવણી કરી ગેરરીતિમાં સામેલ તમામ પરીક્ષાર્થીઓનો નિર્ણય કરવામાં આવેલ છે.

ચાલુ વર્ષે રાજ્યની અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની જેલોમાં ગોઠવાયેલ પરીક્ષા કેન્દ્રોમાં 61 બંદીવાન પરીક્ષાર્થીઓની પરીક્ષા માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેમાંથી 51 બંદીવાન પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા. બોર્ડ કક્ષાના વિષયોમાં [નિયમિત પરીક્ષાર્થીઓની પરીક્ષા પદ્ધતિ મુજબ 80 ગુણનું પ્રશ્નપત્ર અને શાળાકીય આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ મુજબ પરીક્ષા યોજવામાં આવેલ હતી. આ ઉપરાંત વોકેશનલ 17 વિષયની 30 ગુણની પરીક્ષા બોર્ડ દ્રારા લેવામાં આવેલ હતી. જ્યારે 50 ગુણનું પ્રેક્ટિકલ સમગ્ર શિક્ષા દ્રારા અને 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન જે-તે સંસ્થા કે શાળા દ્વારા કરવામાં આવેલ.

કુલ 4738 દિવ્યાંગ પરીક્ષાર્થીઓને એક કલાક વધુ સમયનો લાભ આપવામાં આવેલ તેમજ જરૂરિયાતવાળા દિવ્યાંગ ઉમેદવારોને લહિયાની સુવિધા પૂરી પાડવામાં આવેલ. દિવ્યાંગોને સુવિધા ખાતર ભોયતળિયે પ્રશ્નપત્રની ખાસ સુવિધા કરવામાં આવેલ. કુલ દિવ્યાંગમાંથી ઉપસ્થિત 4449 અને પ્રમાણપત્રને પાત્ર 2668 ઉમેદવારો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.