Western Times News

Gujarati News

મુથૂટ ફાઇનાન્સનું માર્કેટ કેપ ₹60 અબજથી વધીને ₹1.5 ટ્રિલિયનને આંબી ગયું

મુથૂટ ફાઇનાન્સે ભારતીય સ્ટૉક એક્સચેન્જો પર લિસ્ટિંગનાં 15 વર્ષ પૂર્ણ કર્યા

કોચી, 8 મે, 2026 : ભારતની સૌથી મોટી ગોલ્ડ લોન NBFC મુથૂટ ફાઇનાન્સ લિમિટેડે એક સીમાચિહ્નરૂપ ઉપલબ્ધિ મેળવી છે. કંપનીએ ભારતીય સ્ટૉક એક્સચેન્જો પર લિસ્ટ થયાને 15 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે કંપનીની એ શાનદાર સફરને દર્શાવે છે, જેની શરૂઆત કેરળમાં એક પારિવારિક વ્યવસાય સ્વરૂપે થઈ હતી અને હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાપ્રાપ્ત ધિરાણ સેવા સંસ્થા છે. એટલું જ નહીં, મુથૂટ ફાઇનાન્સ અત્યારે ભારતમાં ઘેરઘેર જાણીતું નામ છે.

2011માં લિસ્ટિંગ થયા પછી મુથૂટ ફાઇનાન્સે સતત વૃદ્ધિ, કામગીરીમાં મજબૂતી અને સતત શ્રેષ્ઠ નાણાકીય કામગીરી દર્શાવી છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન (M-Cap – બજાર મૂડીકરણ) 2011માં આશરે ₹60 અબજથી વધીને તાજેતરમાં ₹1.5 ટ્રિલિયનને વટાવી ગયું છે, જે 25 ગણાથી વધારે વૃદ્ધિ દર્શાવે છે.

આ અસાધારણ ઉપલબ્ધિ લોકોના ભરોસાનું સીધું પરિણામ છે, જેમ કે TRA બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મુજબ, મુથૂટ ફાઇનાન્સ સળંગ 10 વર્ષથી ભારતની નંબર 1 સૌથી વધુ વિશ્વસનિય ફાઇનાન્શિયલ સર્વિસીસ બ્રાન્ડ છે. અંતિમ પાંચ વર્ષમાં જ કંપનીના શેરની કિંમત બમણાથી વધારે વધી ગઈ છે, જે રોકાણકારોના સતત ભરોસા અને વૃદ્ધિદરને દર્શાવે છે.

આ સમયગાળા દરમિયાન મુથૂટ ફાઇનાન્સે પોતાની કામગીરીનું મોટા પાયે વિસ્તરણ કર્યું છે. કંપનીએ ઘરોમાં બિનઉપયોગી ગોલ્ડ (સોના)નું મૂલ્ય સામે લાવીને તેને આર્થિક રીતે લાભદાયક કામગીરીઓમાં લગાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે. કંપની સંપૂર્ણ ભારતમાં દરરોજ 2.5 લાખથી વધારે ગ્રાહકોને સેવા આપે છે. સંપૂર્ણપણે જોઈએ તો, ગ્રૂપની શાખાનું નેટવર્ક વધીને 7,500થી વધારે થઈ ગયું છે,

જેમાંથી લગભગ 70 ટકા શાખાઓ અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં છે, જે નાણાકીય સર્વસમાવેશકતા પ્રત્યે તેની કટિબદ્ધતાને વધારે મજબૂત કરે છે. આ બહોળી પહોંચને મજબૂત નાણાકીય ઉપલબ્ધિઓનું પીઠબળ મળ્યું છે, જેમાં 31 ડિસેમ્બર, 2025 સુધી કંપનીની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) અંતર્ગત આપેલી લોનની રકમ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર ₹1.6 લાખ કરોડને આંબી ગઈ હતી. ગોલ્ડ લોન સાથે સંબંધિત કામગીરી અત્યાધુનિક, 7-સ્તરની સલામત અને સુરક્ષિત માળખાગત વ્યવસ્થા ધરાવે છે, જેનાં પરિણામે છેલ્લાં છ વર્ષમાં ચોરીનો એક પણ પ્રયાસ સફળ થયો નથી.

આ સીમાચિહ્નરૂપ સફળતા પર મુથૂટ ફાઇનાન્સ લિમિટેડના ચેરમેન જ્યૉર્જ જેકબ મુથૂટે કહ્યું હતું કે, “અમારી સફર વિશ્વાસ, પ્રામાણિકતા અને ગ્રાહકને કેન્દ્રમાં રાખવાનાં મૂલ્યોથી સંચાલિત છે. આ સફળતા ફક્ત આંકડાકીય નથી, પરંતુ અમે પેદા કરેલી અસર સાથે સંબંધિત છે – લોન મેળવવાની સરળતા ઊભી કરવી, પરિવારોને સક્ષમ બનાવવા તથા વિશ્વાસ અને સારો વહીવટના માપદંડોને સતત ઊંચા જાળવી રાખવા. જેમ જેમ અમે આગળ વધીશું, તેમ તેમ અમે ગ્રાહકસેવા, ઇનોવેશન (નવીનતા) અને પ્રામાણિકતા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને એ મજબૂત પાયા પર અમારી આગેકૂચ જાળવી રાખીશું.”

મુથૂટ ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જ્યૉર્જ એલેક્ઝાન્ડર મુથૂટે ઉમેર્યું હતું કે, “₹1.5 ટ્રિલિયનની માર્કેટ કેપનું સીમાચિહ્ન સર કરવું નાણાકીય ઉપલબ્ધિથી વિશેષ છે. આ ભારતીય પરિવારો અને રોકાણકારોએ છેલ્લાં 15 વર્ષથી વધારે સમયગાળાથી અમારામાં મૂકેલા ભરોસાનો નક્કર પુરાવો છે. અમે સંગઠિત ગોલ્ડ લોન ઉદ્યોગની શરૂઆત કરી હતી અને પરિવારોની નાણાકીય જરૂરિયાતોની અમારી ઊંડી સમજણ જ અમારી કામગીરીનો મુખ્ય આધાર બની છે. અમે વિકાસદર વધારીને અને અમારા તમામ ભાગીદારો માટે લાંબા ગાળાનાં મૂલ્યનું સર્જન કરીને આ વારસાને આગળ વધારવા સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ.”

મુથૂટ ફાઇનાન્સની સંસ્થાગત ક્ષમતાએ એના શાનદાર વારસાને વધારે મજબૂત કર્યો છે. કંપની ત્રણ લાખથી વધારે શેરધારકો ધરાવે છે અને વર્ષ 2012થી દર વર્ષે સતત ડિવિડન્ડની ચુકવણી કરે છે. RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)એ કંપનીને અપર લેયર NBFC તરીકે વર્ગીકૃત કરી છે, જે NSEના નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સનો ભાગ છે અને ₹1 લાખ કરોડની માર્કેટ કેપનું સીમાચિહ્ન સર કરનાર મુથૂટ ફાઈનાન્સ કેરળની પ્રથમ લિસ્ટેડ કંપની છે એના પર અમને ગર્વ છે. આ ઉપરાંત કંપનીએ સળંગ પાંચ વર્ષ સુધી “Great Place to Work” એટલે કે “કામ કરવા શ્રેષ્ઠ કંપની” તરીકે સર્ટિફિકેટ પણ મળ્યું છે.

આ મજબૂત પાયા પર આગેકૂચ કરીને મુથૂટ ગ્રૂપ એક વિવિધ ફાઇનાન્શિયલ સર્વિસીસ ગ્રૂપ તરીકે વિકસી રહ્યું છે તથા જુદી જુદી ધિરાણ અને નાણાકીય સેવા ક્ષેત્રોમાં પોતાની કામગીરીનું વિસ્તરણ કરી રહ્યું છે. આ વ્યૂહાત્મક ડાઇવર્સિફિકેશન ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરતું અને સાથે સાથે લાંબા ગાળાનો, સાતત્યપૂર્ણ વૃદ્ધિ પણ સુનિશ્ચિત કરતું વ્યાપક નાણાકીય તંત્ર તૈયાર કરવાના ગ્રૂપના દ્રષ્ટિકોણને પણ દર્શાવે છે.

સાતત્યતા પ્રત્યેની આ કટિબદ્ધતામાં CSR અને  ISR અંતર્ગત વિવિધ પહેલો સામેલ છે, જે અંતર્ગત વર્ષ 2014થી અત્યાર સુધી ₹500 કરોડથી વધારેનો ખર્ચ થયો છે અને તેનાથી સમગ્ર ભારતમાં 5 મિલિયન કે 50 લાખથી વધારે લોકોનાં જીવન પર સકારાત્મક અસર થઈ છે. મુથૂટ ફાઇનાન્સની વૃદ્ધિનો આધાર તેનો ગ્રાહક-કેન્દ્રિત દ્રષ્ટિકોણ અને બજારની બદલાતી ગતિશીલતા સાથે તાલમેળ સ્થાપિત કરવાની ક્ષમતા છે,

જે તેને વિવિધ આર્થિક ચક્રોમાં પણ મજબૂત સ્થિતિ જાળવી રાખવા સક્ષમ બનાવે છે. કંપની વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશ કરવાની સાથે તે ધિરાણ સુધી પહોંચ વધારીને, ટેકનોલૉજીનો ઉપયોગ કરવા અને ગોલ્ડ લોન ક્ષેત્રમાં પોતાની લીડરશિપને વધારે મજબૂત કરવા પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.