બંગાળમાં BJPની ઐતિહાસિક જીતમાં મિથુન ચક્રવર્તીની મહત્વની ભૂમિકા
PM મોદીએ મિથુન ચક્રવર્તીને ખાસ મળીને આપી શાબાશી, ખભા પર હાથ મૂકીને કરી લાંબી ચર્ચા
મિથુન ચક્રવર્તીએ કોઈપણ પદની લાલસા વગર સતત મમતા સરકાર સામે અવાજ ઉઠાવ્યો-એક સામાન્ય ભાજપ કાર્યકરની જેમ મમતા બેનર્જી સામે લડતા રહ્યા
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં શનિવારે સુવેન્દુ અધિકારીના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન એક વિશેષ દ્રશ્ય જોવા મળ્યું હતું. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તી સાથે ખાસ મુલાકાત કરી હતી.
વડાપ્રધાન મોદી મિથુન ચક્રવર્તીના ખભા પર હાથ રાખીને સતત તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. બંગાળમાં ભાજપની આ ઐતિહાસિક જીતમાં મિથુન ચક્રવર્તીએ મહત્વની ભૂમિકા ભજવી છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે કોઈપણ પદની લાલસા વગર સતત મમતા સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને પાયાના સ્તરે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.
વિરોધ પક્ષો દ્વારા તેમના પર રાજકીય હુમલાઓ કરવામાં આવ્યા અને તેમની સામે FIR દાખલ કરવાના પ્રયાસો પણ થયા, તેમ છતાં મિથુન ચક્રવર્તી એક સામાન્ય ભાજપ કાર્યકરની જેમ મમતા બેનર્જી સામે લડતા રહ્યા.
તેમની આ નિઃસ્વાર્થ સેવા અને સંઘર્ષને માન આપવા માટે જ શનિવારે શપથ ગ્રહણ સમારોહમાં તેમને મંચ પર ટોચના નેતાઓ સાથે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને વડાપ્રધાન મોદીએ તેમની સાથે વિશેષ વાતચીત કરી હતી.
