Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં કાર અથડાવી પોલીસ સ્ટેશનમાં કર્યો વિસ્ફોટ, 15ના મોતની આશંકા

આ હુમલો ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારના બન્નુ જિલ્લામાં થયો હતો, જે અફઘાનિસ્તાન સરહદની નજીક છે

ઈસ્લામાબાદ,  પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર બન્નૂમાં શનિવારે ખતરનાક હુમલો થયો હતો. આ હુમલાએ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા વધુ એકવાર હચમચાવી મૂકી છે. હુમલામાં પહેલા એક કારમાં વિસ્ફોટ કર્યો અને પછી પોલીસકર્મીઓ પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૧૫ પોલીસકર્મીઓના મોતની આશંકા છે.

Militants attacked a police station. At least 20 police /FC were dead in bannu suicide blast. Witnesses said they heard heavy firing and car bomb explosion after the attack on police Chowki Fatekhel. Dozens of militants were involved in the attack.

રિપોર્ટ અનુસાર, આ હુમલો ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારના બન્નુ જિલ્લામાં થયો હતો, જે અફઘાનિસ્તાન સરહદની નજીક છે. અહીં એક પોલીસ ચોકીને નિશાન બનાવવામાં આવ્યું. પોલીસ અધિકારી અનુસાર, હુમલાખોરે વિસ્ફોટથી ભરેલી એક ગાડીમાં પોલીસ સ્ટેશન પાસે વિસ્ફોટ કર્યો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે આખું પોલીસ સ્ટેશન ધરાશાયી થઈ ગયું હતું.

આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસ અધિકારીઓના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ તેનાથી પણ વધુ નુકસાન થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારી સજ્જાદ ખાનના જણાવ્યા મુજબ, સ્ટેશન પર ત્યારે લગભગ ૧૫ પોલીસકર્મી ડ્યુટી પર હાજર હતા, જેમાંથી મોટાભાગના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આખરી આંકડા ઓપરેશન પૂરું થયા પછી જ બહાર આવશે.

હુમલાની રીત ખૂબ જ ખતરનાક હતી. પહેલા કારને મેઇન ગેટ સાથે ટકરાવીને ધડાકો કરવામાં આવ્યો. બ્લાસ્ટ પછી આસપાસના પોલીસકર્મીઓ મદદ માટે સ્થળ પર પહોંચ્યા અને હુમલાખોરોએ તેમને ઘાત લગાવીને હુમલો કર્યો. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર થયો, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ. રિપોર્ટ મુજબ, અન્ય પોલીસ અધિકારી જાહિદ ખાને જણાવ્યું કે,

આ હુમલામાં એક આત્મઘાતી હુમલાખોર પણ સામેલ હતો, જેણે વિસ્ફોટકોથી ભરેલી ગાડી સ્ટેશન પાસે ઉડાવી દીધી. ત્યારબાદ અનેક ધડાકાના અવાજો સાંભળવામાં આવ્યા. રિપોર્ટ્‌સ મુજબ, હુમલાખોરોએ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો, જેના કારણે આ હુમલો વધુ ખતરનાક બની ગયો. આથી સ્પષ્ટ થાય છે કે હુમલાખોરો સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા.

આ વિસ્ફોટની અસર આસપાસના વિસ્તારો પર પણ પડી. રિપોર્ટ મુજબ, આસપાસના ઘરો અને ઇમારતોને નુકસાન પહોંચ્યું અને ઓછામાં ઓછા બે નાગરિકો ઘાયલ થયા છે. ઘટના પછી વિસ્તારમાં હડકંપ મચી ગયો. એમ્બ્યુલન્સ અને રેસ્ક્્યુ ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ. બન્નુના સરકારી હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી, જેથી ઘાયલોની તાત્કાલિક સારવાર કરી શકાય.

હાલ કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આવા હુમલા અગાઉ પણ પાકિસ્તાન તાલિબાન અને તેના સંકળાયેલા જૂથો કરતા રહ્યા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાન અને અફગાનિસ્તાન વચ્ચે પહેલેથી જ તણાવ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.