Western Times News

Gujarati News

પત્નીને બદનામ કરવા પતિએ ફોટા નીચે અભદ્ર લખાણ લખી પોસ્ટ વાયરલ કરી

પ્રતિકાત્મક

પરિણીતાની ફરિયાદના આધારે પતિ વિરુદ્ધ ગુનો નોંધાયો

કામધંધા બાબતે પતિ સાથે તકરાર બાદ પત્ની સંતાનો સાથે અમદાવાદ રહેવા માટે આવી ગઈ હતી

અમદાવાદ, વ્યવસાય બાબતે પતિ સાથે વિવાદ થતાં, પત્ની પતિનો ત્યાગ કરીને છેલ્લા કેટલાક સમયથી સંતાનો સાથે ઓઢવ વિસ્તારમાં રહેવા આવી ગઈ હતી. યુવતી સામાન્ય કામકાજ કરીને આજીવિકા મેળવતી હતી. તેવામાં તાજેતરમાં જ પરિણીતાના પતિએ પત્નીને લાંછન લગાડવા માટે કાવતરું રચ્યું હતું. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પત્નીની છબી મૂકી તેની નીચે અભદ્ર લખાણ લખીને પોસ્ટ કરી હતી. આ ઉપરાંત પત્નીની અન્ય મહિલા મિત્રોને પણ આવી વિગતો (રીલ્સ) મોકલી હતી. અંતે પત્નીએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.શહેરના ઓઢવ વિસ્તારમાં ૩૬ વર્ષીય પરિણીતા સંતાનો સાથે રહે છે અને પાન-પાર્લરની લારી ચલાવીને પોતાનું તથા સંતાનોનું ભરણપોષણ કરે છે.

પતિ સાથે વ્યવસાય બાબતે ઘર્ષણ થતાં આ યુવતી રાજસ્થાનથી ઓઢવમાં રહેવા આવી હતી. તાજેતરમાં જ પરિણીતાની પુત્રી ઇન્સ્ટાગ્રામ પર વીડિયો જોઈ રહી હતી, તે સમયે તેના પિતાએ એક વીડિયો મોકલ્યો હતો, જેમાં તેની માતાની છબી હતી અને નીચે અભદ્ર લખાણ લખેલું હતું. આ જોઈને પુત્રીએ માતાને તે બાબત જણાવી હતી. ત્યારબાદ પરિણીતાએ તેના પતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાે પરંતુ પતિએ પત્ની સહિત સંતાનોના ફોન નંબર બ્લોક કરી દીધા હોવાથી વાતચીત થઈ શકી નહોતી.

થોડા દિવસો બાદ યુવતીની અન્ય મહિલા મિત્રોના મોબાઈલ પર પણ છબી સાથેના અભદ્ર લખાણવાળા વીડિયો આવ્યા હતા. એટલું જ નહીં, યુવતીના પતિએ પોતાના વોટ્‌સએપ સ્ટેટસમાં પણ પત્નીની છબી નીચે અભદ્ર લખાણ લખીને મૂક્યું હતું. આખરે પરિણીતાએ સાયબર હેલ્પ લાઈનનો સંપર્ક કર્યાે હતો. ઓઢવ પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધીને તેના પતિ પુખરાજ કાનારામ દાયમા વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.