Western Times News

Gujarati News

એક હીરોઇન, જે એકાએક સાધ્વી બની ગઇ !

વૈરાગી જીવનમાં નામ પણ બદલ્યું

અભિનય છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યાે હોવા અંગે અન્ના જયસિંઘાનીએ તાજેતરમાં રસપ્રદ ખુલાસો કર્યાે

મુંબઈ, ટેલીવુડમાં આજકાલ અન્ના જયસિંઘાનીના નામની ચર્ચા છે. બહુ ઓછી જાણીતી એવી આ હીરોઇને અભિનય અને ગ્લેમરની દુનિયાને એકાએક અલવિદા કહીને એકાએક વૈરાગ્યનો માર્ગ અપનાવી લીધો છે. પોતાની ભરજવાનીમાં અને કારકિર્દીને આગળ ધપાવવાની હોય એવા સમયમાં અન્નાએ એકાએક શા માટે ભેખ દારણ કરી લીધો? એવું તે શું બન્યું કે એકદમ એનામાં વિતરાગ આવી ગયો? અન્ના જયસિંઘાની એક ભૂતપૂર્વ ટેલિવિઝન અભિનેત્રી અને કોરિયોગ્રાફર છે. તેણે એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલિફિલ્મ્સમાંથી અભિનયની તાલીમ મેળવી હતી.

અન્નાએ ‘દેખા એક ખ્વાબ’ જેવી સિરિયલોથી નોંધપાત્ર ખ્યાતિ મેળવી હતી. તેણીએ “સાવધાન ઇન્ડિયા” અને “ક્રાઈમ પેટ્રોલ” જેવા ગુના આધારિત શોમાં પણ કામ કર્યું છે. આ શોએ ટીવી જગતમાં તેમની કારકિર્દીને આગળ વધારવામાં મદદ કરી. અન્ના જયસિંઘાનીએ ‘ક્રાઈમ પેટ્રોલ’માં કામ કર્યું હતું. તેણે અભિનય છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યાે હોવા અંગે અન્ના જયસિંઘાનીએ તાજેતરમાં રસપ્રદ ખુલાસો કર્યાે છે. જયસિંઘાનીએ એકતા કપૂરના શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં, તેમણે મનોરંજન ઉદ્યોગ છોડી દીધો.

હવે, તેમણે આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યાે છે. તે વૃંદાવનમાં ભગવાન કૃષ્ણની ભક્તિમાં ડૂબી ગઈ છે.મધ્યપ્રદેશના ગ્વાલિયરની રહેવાસી અન્નાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે પોતાનું જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત કર્યું છે. તેણે પોતાનું નામ બદલીને અન્ના પરી હરિવંશી રાખ્યું. તેના કહેવા મુજબ, તે ધીમે ધીમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવતી ગઈ. હવે, તેણે ગ્લેમરની દુનિયાને બદલે સાચી શાંતિની દુનિયા પસંદ કરી છે.ંઅન્નાના કહેવા અનુસાર, તેણે મુંબઈમાં કેટલાક મિત્રો બનાવ્યા જેઓ નિયમિતપણે ઇસ્કોન મંદિરમાં જતા હતા.

તે તેમની સાથે જવા લાગી અને ધીમે ધીમે તેમની જીવનશૈલી અપનાવી. તે લસણ, ડુંગળી, દારૂ અને માંસાહારી ખોરાક ટાળવા લાગી. આ મિત્રો સાથે રહેતા, તે ઇસ્કોન સાથે વધુ જોડાયેલી બની. તેણે કુંજ બિહારી (કૃષ્ણ) ને વૃંદાવન બોલાવવા માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. હવે, અન્નાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. તે એક સાધ્વી બનીને તેણે ભગવાન કૃષ્ણને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.