‘ગુલ્લક’ સીઝન ૫ જાહેર પણ વૈભવ રાજ ગુપ્તાની જગ્યા અનંત વી જોષી લેશે
સોશિયલ મીડિયા પર નવા કલાકારને સ્વીકારવામાં ફૅન્સનો મિશ્ર પ્રતિસાદ
‘ગુલ્લક’ની અગાઉની ચારેય સીઝનને દર્શકો તરફથી ભારે પ્રેમ મળ્યો હતો અને પાંચમી સીઝન માટેની આતુરતા પણ ચરમસીમાએ હતી
મુંબઈ, ટીવીએફ (ધ વાયરલ ફીવર) ભારતના સૌથી મોટા કન્ટેન્ટ ક્રિએટર્સમાંનું એક છે, જેણે હંમેશાં દર્શકોના દિલને સ્પર્શી જાય એવું અનેક ઉત્તમ કન્ટેન્ટ આપ્યું છે. તેમનાં રિલેટેબલ શોઝ દ્વારા તેમણે સાબિત કર્યું છે કે દર્શકોને તેમનાં કરતાં વધુ સારી રીતે કોઈ સમજી શકતું નથી. ટીવીએફનો દરેક શો જબરદસ્ત પ્રતિસાદ મેળવે છે અને તેની આગામી સીઝન માટેનો ઉત્સાહ પણ સતત વધતો રહે છે.
તાજેતરમાં ટીવીએફને તેની સિરીઝ ‘સપને વર્સેસ એવરીવન’ માટે પણ સફળતા મળી હતી, જે તેમની છેલ્લા કેટલાક સમયની સૌથી મોટી વેબ સિરીઝમાંની એક બની છે. હવે ‘ગુલ્લક’ સીઝન ૫ સાથે ટીવીએફ ફરી એકવાર હિટ મશીન સાબિત થઈ રહ્યું છે. હવે એટલું ચોક્કસ કહી શકાય કે ગુણવત્તાસભર કન્ટેન્ટ માટે દરેક પ્લેટફોર્મ પર ટીવીએફ પર વિશ્વાસ કરી શકાય.‘ગુલ્લક’ની અગાઉની ચારેય સીઝનને દર્શકો તરફથી ભારે પ્રેમ મળ્યો હતો અને પાંચમી સીઝન માટેની આતુરતા પણ ચરમસીમાએ હતી. હવે આખરે રાહ પૂર્ણ થઈ છે.
મેકર્સે તેમના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને કેપ્શન લખ્યું – “ઐસા લગ રહા હૈ..મિશ્રા નિવાસ મેં કુછ બદલ ગયા હૈ..આપકો ભી સમઝ આ રહા હૈ ક્યા?” અગાઉની સીઝનમાં પણ વૈભવ રાજ ગુપ્તા મોટા દિકરાનો રોલ કરતો હતો, હવે તેની જગ્યા અનંત વી જોષી લઈ રહ્યો છે. જોકે, સોશિયલ મીડિયા પર આ ફેરફારને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.આ ઉપરાંત, પ્રાઈમ વિડિયો પ્રેઝન્ટ્સ ઇવેન્ટમાં ટીવીએફે પોતાના શક્તિશાળી લાઈનઅપ સાથે આખું ધ્યાન ખેંચ્યું હતું. ‘એસ્પિરન્ટ્સ’, ‘પંચાયત’, ‘ગ્રામ ચિકિત્સાલય’, ‘સપને વર્સેસ એવરીવન’ અને ‘સંદીપ ભૈયા’ની નવી સીઝન સાથે તેમની જાહેરાતોની યાદી ખરેખર વૈવિધ્યસભર હતી.ss1
