Western Times News

Gujarati News

વિદેશ ફરવા જવાનું ટાળો, શાળાઓમાં ઓનલાઈન કલાસ ચલાવોઃ PM મોદી

(જૂઓ વડોદરાના રોડશોનો વિડીયો) ઓફિસમાં વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા ગોઠવો, વિદેશમાં લગ્ન કરવા તેમજ ફરવા જવાનું ટાળો,

વડોદરામાં પીએમ મોદીના હસ્તે સરદાર ધામ-૩નું લોકાર્પણ

(એજન્સી)વડોદરા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાત પ્રવાસે છે. તેઓ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે સોમનાથ અમૃત મહોત્સવમાં સવારે હાજર રહ્યા હતા, ત્યાર બાદ વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાને અહીં સરદાર ધામ-૩નું લોકાર્પણ કર્યું છે.

સવારે સોમનાથ દાદાના દર્શન અને જળાભિષેક કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ પીએમ મોદી વડોદરા પહોંચ્યા છે. અહીં સરદાર ધામના લોકાર્પણ માટે સભામંડપમાં પીએમ મોદીનું સ્વાગત થયું. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાત પ્રવાસે છે. તેઓ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે સોમનાથ અમૃત મહોત્સવમાં સવારે હાજર રહ્યા હતા, ત્યાર બાદ વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાને અહીં સરદાર ધામ-૩નું લોકાર્પણ કર્યું છે. અહીં વડાપ્રધાન મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

રવિવારે હૈદરાબાદ બાદ સોમવારે વડોદરામાં વડાપ્રધાન મોદીએ ફરી કહ્યું કે જ્યાં સુધી સામાન્ય સ્થિતિ ન થાય ત્યાં સુધી સોનાની ખરીદી ટાળો, પેટ્રોલ, ડીઝલ, ગેસ જરૂરિયાત પ્રમાણે વાપરો, ખાદ્ય તેલનો ઉપયોગ ઓછો કરો,

ઓફિસમાં વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા ગોઠવો, વિદેશમાં લગ્ન કરવા તેમજ ફરવા જવાનું ટાળો, ભારતમાં પ્રવાસને મહત્વ આપો, વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરો, શાળાઓ પણ ઓનલાઈન ક્લાસીસને મહત્વ આપો. આ નાના નાના પ્રયાસ જો ૧૪૦ કરોડ લોકો એક સાથે અનુસરે તો રાષ્ટ્રની તાકાત વધશે. જેનાથી આવેલું સંકટ ભારતની પ્રગતિ અને વિકાસને અવરોધે નહીં.

બંગાળ, આસામ અને પુડુચેરીના પરિણામથી દેશ ખુશ, ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં પણ શાનદાર પરિણામ આવ્યું, જેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. ગુજરાતની જનતાએ હંમેશા રાજનૈતિક સ્થિરતાને મહત્વ આપ્યું, આ લોકોની દૂરદર્શિતા છે, જ્યાં રાજનૈતિક સ્થિરતા ત્યાં અર્થ વ્યવસ્થાને ગતિ, ગુજરાતે આ વાત પહેલાથી સમજી લીધી છે, જેનું પરિણામ વિકાસના નામે મળી રહ્યું છે. તમારા કાર્યક્રમનો હિસ્સો મને સુખદ લાગે છે અને લાગે છે કે ઘરમાં આવ્યો છું. કારણ કે તમારી વચ્ચે આવીને સમાજની શક્તિનો અહેસાસ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.