Western Times News

Gujarati News

બાબીલની કેરિયર પાટે ચઢી, મલયાલમ ફિલ્મ પણ મળી

ડિપ્રેશનમાં સરી પડેલા બાબીલની કેરિયર ડામાડોળ થઈ ગઈ હતી

બાબીલે ‘કલા’ તથા ઓટીટી શો ‘રેલવે મેન’થી બહુ પ્રશંસા મેળવી હતી.પરંતુ, તે બહુ જલ્દીથી ડિપ્રેશનમાં સરી પડયો હતો

મુંબઈ, દિવંગત અભિનેતા ઈરફાનના પુત્ર બાબીલની કેરિયર ફરી પાટે ચઢી રહી હોય તેમ જણાય છે. હવે તેને મલયાલમમાં પણ ‘ગાંધી બજાર’ નામની એક ફિલ્મ મળી છે. બાબીલે ‘કલા’ તથા ઓટીટી શો ‘રેલવે મેન’થી બહુ પ્રશંસા મેળવી હતી. પરંતુ, તે બહુ જલ્દીથી ડિપ્રેશનમાં સરી પડયો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં બોલિવુડના અનેક કલાકારોના નામનો ઉલ્લેખ કરી અનુચિત વર્તાવનો આરોપ મૂક્યો હતો. જોકે, તેની માનસિક સ્થિતિ ચિંતાજનક હોવાનું સ્વીકારી આ કલાકારોએ ખેલદિલી દાખવી તેને સપોર્ટ આપ્યો હતો. હવે બાબીલ આ હતાશામાંથી બહાર આવ્યો છે અને નવા પ્રોજેક્ટસ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. તેનાથી બાબીલ સાથે ઈરફાનના ચાહકોને પણ તેની કેરિયર અંગે ફરી આશા જાગી છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.