Western Times News

Gujarati News

વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ ગાંધીનગરમાં હોસ્પિટલ પહોંચ્યા કેન્દ્રીય મંત્રી અમિત શાહ

કાર્યકર્તાઓ પ્રત્યેની સંવેદનશીલતા એ જ ભાજપના સંસ્કાર: 

ગાંધીનગર, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રવિવારે ગાંધીનગરના દશેલા ખાતે ‘મધુર ડેરી’ના નવનિર્મિત પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

આ વ્યસ્ત સત્તાવાર કાર્યક્રમ દરમિયાન જ તેમને દશેલા ગામના ભારતીય જનતા પાર્ટીના અત્યંત વરિષ્ઠ અને પાયાના કાર્યકર્તા રમેશભાઈ ચૌધરી લાંબા સમયથી નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર મળ્યા હતા.

પોતાના પક્ષના જૂના સાથીદારની બીમારીના સમાચાર મળતા જ કેન્દ્રીય મંત્રીએ આયોજિત વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ પિતૃલક્ષી સંવેદનશીલતા દાખવી હતી. તેઓ વિલંબ કર્યા વિના તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા, જ્યાં તેમણે રમેશભાઈ ચૌધરીજીની રૂબરૂ મુલાકાત લઈને તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને સારવાર કરી રહેલા તબીબો પાસેથી તેમની તબિયતની વિગતવાર માહિતી મેળવી હતી.

મંત્રીએ રમેશભાઈના પરિવારજનોને આશ્વાસન આપવાની સાથે તેમના ઝડપી સ્વાસ્થ્ય લાભ અને દીર્ઘાયુ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી, જે દર્શાવે છે કે કાર્યકર્તાઓની ચિંતા અને તેમના પ્રત્યેની આત્મીયતા એ જ ભાજપના સાચા સંસ્કાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.