Western Times News

Gujarati News

USના સાન ડિએગોની મસ્જિદની બહાર અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ત્રણના મોત

હુમલાખોરોએ પોતાને પણ ઉડાવી દીધા

અચાનક ગોળીબારના અવાજથી નમાજ પઢનારાઓ અને પરિસરની અંદર વર્ગાેમાં ભણતા સ્કૂલના બાળકોમાં ચીસો અને અંધાધૂંધી ફેલાઈ

નવી દિલ્હી, યુનાઇટેડ સ્ટેટ્‌સમાં બંદૂક હિંસા અને નફરતના ગુના સાથે સંકળાયેલી એક ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે. સોમવારે, કેલિફોર્નિયાના સાન ડિએગો કાઉન્ટીમાં સ્થિત સૌથી મોટા ઇસ્લામિક સેન્ટરની બહાર બે સગીર વયના બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યાે હતો.આ ભયાનક હુમલામાં, એક સુરક્ષા ગાર્ડ સહિત ત્રણ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

ગુનો કર્યા પછી, બંને હુમલાખોરોએ નજીકની ગલીમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા પણ કરી હતી. યુએસ ગુપ્તચર એજન્સી, એફબીઆઈ અને સ્થાનિક પોલીસ આ ઘટનાની તપાસ મુસ્લિમ સમુદાયને લક્ષ્ય બનાવતા “શંકાસ્પદ નફરતના ગુના” તરીકે કરી રહી છે.આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે ૧૨ઃ૦૦ વાગ્યા પહેલા બની હતી, જ્યારે લોકો મસ્જિદ સંકુલમાં હાજર હતા. અચાનક ગોળીબારના અવાજથી નમાજ પઢનારાઓ અને પરિસરની અંદર વર્ગાેમાં ભણતા સ્કૂલના બાળકોમાં ચીસો અને અંધાધૂંધી ફેલાઈ ગઈ.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.