Western Times News

Gujarati News

7 મજુરોના મોત મામલે પોલીસે આરોપી બિલ્ડર સામે કરેલો “C સમરી” રીપોર્ટ કોર્ટે ના મંજુર કર્યો

બિલ્ડર પર લાગેલી ગંભીર કલમ હટાવવાનો પેંતરો નિષ્ફળ, કોર્ટે રિવિઝન અરજી ફગાવી

(એજન્સી)અમદાવાદ, ગુજરાત યુનિ. વિસ્તારમાં વર્ષ ર૦રરમાં એડોર અસ્પાયર-ર નામની કન્સ્ટર્કશન સાઈટ પર ૧૪માં માળે લિફટના ભાગે સેનટીગ ફીટીગનું કામ કરતી વખતે અચાનક મજુરો નીચે પડતાં સાત મજુરોના મોત મામલે પોલીસે આરોપી બિલ્ડર સામે કરેલો સી સમરી રીપોર્ટ મેજીસ્ટ્રેટ કોર્ટે ના મંજુર કર્યો હતો.

જેની સામે બિલ્ડર સૌરભભાઈ કમલેશકુમાર શાહએ સેશન્સ કોર્ટમાં કરેલી રીવીઝન અરજી ફગાવી દઈ નીચલી કોર્ટના હુકમને યોગ્ય ઠેરવ્યો છે. કોર્ટે નોધ્યું હુતં કે, મેજીસ્ટ્રેટ દ્વારા ૧૧ નવેમ્બર ર૦રરના રોજ ‘સી સમરી’ નામંજુર કરવા બાદ પોલીસે માત્ર ત્રણ જ દીવસમાં એટલે કે ૧૪ નવેમ્બર ર૦રરના રોજ આરોપીઓ સામે કલમ-૩૦૪ અને ૩૦૪ ના મુજબ ચાર્જશીટ રજુ કરી દીધું હતું. હવે આગામી દીવસોમાં આ મામલે આરોપીઓ સામે ચાર્જફેમ થાય તેવી શકયતા છે.

ગુજરાત યુનિવસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૪ સપ્ટેમ્બર ર૦રરના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાંધકામ સાઈટ પર સાત મજુરોનાં મોત નીપજયાં હતાં.

લિફ્ટ દુર્ઘટના કેસમાં આરોપીઓને જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર

આ ઘટના અંગે પોલીસે પ્રાથમીક તબકકે ત્રણ આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૦૪ સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જોકે ત્યારબાદ તપાસ અધિકારી પીએસઆઈ વી.જે. જાડેજા દ્વારાકોર્ટમાં એવો અહેવાલ રજુ કરાયો હતો. કે આરોપીઓે સામે કલમ ૩૦૪ નો ગુનો બનતો નથી. આથી ગંભીર ગણાતી કલમ ૩૦પ્‌ રદ કરી તેના સ્થાને બેદરકારીથી મોતના ગુના અંગેની કલમ ૩૦૪૦ એ ઉમેરવા માટે કોર્ટમાં સી સમરી રીપોર્ટ દાખલ કરવામા આવ્યો હતો.

જોકે ટ્રાયલ કોર્ટના એડીશનલ ચીફ મેટ્રોપોલીસટન મેજીસ્ટ્‌Ùેટ પોલીસની આ સી સમરી નામંજુર કરી દીધી હતી. જેની સામે આરોપી સૌરભ શાહે સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરી હતી.

સુનાવણી દરમ્યાન આરોપી તરફથી એવી રજુઆત કરાઈ હતી કે ટ્રાયલ કોર્ટ દ્વારા સી સમરી નામંજુર કરવાનો જે હુકમ કરાયો છે. તે ભુલભરેલા ગેરકાયદે અને કેસની વાસ્તવીક હકકીતનું યોગ્ય અર્થઘટન કર્યા વગરની છે. જેથી તે રદ થવાને પાત્ર છે.

કાયદા મુજબ ચાલુ તપાસના કામમાં કોર્ટે દખલગીરી કરવી જોઈએ નહી કે પોલીસને કોઈ ચોકકસ ડાયરેકશન આપવા જોઈએ નહી. તેમ છતાં ટ્રાયલ કોર્ટે આવો આદેશ કરીને ભુલ કરી છે. અધિક સત્ર ન્યાયધીશ વનરાજસિંહ એ. ધાધલે આરોપીની અરજી ફગાવી દીધી હતી.

સી સમરી એટલે શું? (C-Summary): ફરિયાદ ન તો સાચી છે ન તો ખોટી, પરંતુ આ મામલો કોઈ દીવાની (Civil) વિવાદ અથવા કાયદાની કોઈ ગેરસમજણના કારણે નોંધાયો છે, જેમાં કોઈ ગુનાહિત ઈરાદો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.