Western Times News

Gujarati News

NEET માટે ઉમેદવારોને શહેર અને સરનામું બદલવાની તક મળશે

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, એનટીએ દ્વારા ર૧ જુન ર૦ર૬ના રોજ યોજાનારી નીટ યુજી ર૦ર૬ની પુનઃ પરીક્ષા માટે મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારોના વર્તમાન સરનામામાં ફેરફાર થયો હોય અને તેઓ પોતાનું પરીક્ષા કેન્દ્ર એટલે કે શહેર બદલવા માગતા હોય તેમના માટે એનટીએ દ્વારા ખાસ ઓનલાઈન સુધારા વીન્ડો ખોલવામાં આવી છે.

ઉમેદવારો ર૧ મે ઈર૦ર૬ સુધી સત્તાવાર વેબસાઈટ પર જઈને આ ફેરફાર કરી શકશે. સરનામું કે પરીક્ષાનું શહેર બદલવા માટે ઉમેદવારોએ કોઈ વધારાની ફી ચુકવવાની રહેશે નહી.

ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન એપ્લીકેશન વિન્ડો દ્વારા પોતાની પ્રથમ અને દ્વિતીય પસંદગીના પરીક્ષા શહેરો અપડેટ કરી શકે છે. આ વિશેષ સુવિધા અંતર્ગત માત્ર વર્તમાન સરનામું અને પરીક્ષાના શહેર સિવાય અન્ય કોઈપણ વિગતોમાં સુધારો કરવાની મંજુરી આપવામાં આવશે નહી. જે વિધાર્થીઓ આ સમયગાળા દરમાયન પોતાના કેન્દર્માં કોઈ ફેરફાર નહી કરે તેમની અગાઉની પરીક્ષા શહેરની પસંદગી જ યથાવત રાખવામાં આવશે.

ર૧ મેની સમય મર્યાદા સમાપ્ત થયા બાદ પરીક્ષા કેન્દ્ર કે સરનામું બદલવા માટેની કોલ પણ અરજી કે વિનંતીને ધ્યાનમાં લેવામાં આવશે નહી. ઉમેદવારને કયું ચોકકસ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.

તેની માહિતી તેમના એડમીટ કાર્ડ પર જ દર્શાવવામાં આવશે. પરીક્ષા કયા શહેરમાં છે. તેની આગોતરી માહિતી અને એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ હવે પછી સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ પુનઃ પરીક્ષા ર૧ જુન ર૦ર૬ના રોજ બપોરે ૦ર૦૦ વાગ્યાથી સાંજે પ.૧પ વાગ્યા સુધી પેન અને પેપર ઓફલાઈન મોડમાં લેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.