Western Times News

Gujarati News

ગુજરાતના અંદાજે ૬૦ હજારથી વધુ નાગરિકો સ્વ-ગણતરી અભિયાનમાં જોડાયા ગુજરાતના મુખ્ય સચિવ

મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ સ્વ-ગણતરી (Self -Enumeration) અભિયાનમાં સહભાગી થયા- *સરકારી અધિકારી અને કર્મચારીઓને અભિયાનમાં જોડાવાની મુખ્ય સચિવશ્રીની અપીલ*

 ગાંધીનગર,   ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ ભારત સરકાર દ્વારા શરુ કરાયેલા ખાસ સ્વ-ગણતરી‘ (Self-Enumeration) અભિયાનમાં સહભાગી થયા. મુખ્ય સચિવશ્રીએ ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો જાતે ભરી આ ડિજિટલ સેવાનો લાભ લીધો.

   આ અવસરે મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે જણાવ્યું હતું કેઆ પદ્ધતિને અત્યંત સરળ અને પારદર્શી છે અને અત્યાર સુધીમાં અંદાજે ૬૦ હજારથી વધુ નાગરિકોએ આ સેવાનો લાભ લીધો છે.તેમણે આ અવસરે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી.

   તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે,  આ નવી ડિજિટલ સુવિધાને કારણે આગામી સમયમાં વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા ખુબ જ ઝડપી અને ચોક્કસ બનશે. મુખ્ય સચિવશ્રીએ ટૅકનલોજીના શ્રેષ્ઠ ઉપયોગ બદલ ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.