આદિત્ય ચોપરા અને રણવીર સિંહ વચ્ચે એક બંધ બારણે બેઠક યોજાઈ
માત્ર ચાર મહિનામાં જ રણવીરે ધમાકેદાર પરિણામો સાથે પોતાને બોક્સ ઓફિસના કિંગ તરીકે સાબિત કરી દીધો છે-રણવીર-આદી મોટી ફિલ્મ માટે સાથે કામ કરવા હવે આતુર
મુંબઈ, રણવીર સિંહ હાલમાં સિઝનનો સૌથી મોટો સ્ટાર બની ગયો છે, કારણ કે સુપરસ્ટારે સતત ઇન્ડસ્ટ્રીની બે હિટ ફિલ્મો આપી છે. આજે દરેક નિર્માતા, દિગ્દર્શક અને બ્રાન્ડની યાદીમાં તે ટોચ પર છે. માત્ર ચાર મહિનામાં જ તેણે ધમાકેદાર પરિણામો સાથે પોતાને બોક્સ ઓફિસના કિંગ તરીકે સાબિત કરી દીધો છે.હવે એવા અહેવાલો છે કે, આ મહિનાની શરૂઆતમાં આદિત્ય ચોપરા અને રણવીર સિંહ વચ્ચે એક બંધ બારણે બેઠક યોજાઈ હતી.
એક સુત્રે જણાવ્યું, “રણવીર સિંહની સફળતા આદિત્ય ચોપરાને વ્યક્તિગત ખુશી જેવી લાગી, કારણ કે રણવીરને લોન્ચ કરનાર અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીનો પાયો નાખનાર તેઓ જ હતા. ગયા શુક્રવારે બંને YRF ખાતે મળ્યા હતા અને આ બેઠક દરમિયાન તેમણે એકબીજાને ભેટીને જૂના મતભેદો પણ દૂર કર્યા હતા. બંને વચ્ચે લાંબી ચર્ચા થઈ, જેમાં ભવિષ્યની યોજનાઓ, સાથે કામ કરવાની ઇચ્છા અને ‘ધુરંધર’ની સફળતા જેવા મુદ્દાઓ સામેલ હતા.”સુત્રે વધુમાં જણાવ્યું કે આદિત્ય ચોપરા અને રણવીર સિંહે ભવિષ્યમાં સંભવિત કામ અંગે પણ ચર્ચા કરી હતી.
સુત્રએ આગળ જણાવ્યુ, “રણવીર અને આદી બંને મોટા પાયાની ફીચર ફિલ્મ માટે સાથે કામ કરવા આતુર છે. આદિત્ય ચોપરાએ રણવીરને આગામી છ મહિનામાં એક મોટી ફિલ્મ સાથે સંપર્ક કરવાનો વાયદો કર્યાે છે અને રણવીર પણ આ પ્રતિભાશાળી ફિલ્મમેકરની ઓફરની રાહ જોઈ રહ્યો છે.” રણવીર સિંહ હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. તેણે અમીશ ત્રિપાઠીની બેસ્ટસેલિંગ નવલકથા ‘ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’ના અધિકારો પણ મેળવી લીધા છે અને આ પ્રોજેક્ટ હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. હવે રણવીર સિંહ અને YRFનાં ફરી જોડાણની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે, કારણ કે આ બેનર સાથે તેનું પુનરાગમન રણવીર માટે ઘરવાપસી જેવું માનવામાં આવે છે.ss1
