USA : પેન્ટાગન પાસે હવે માત્ર ૨૦૦ ‘થાડ’ મિસાઈલ બચી હોવાનો દાવો
File Photo
અમેરિકાએ યુદ્ધમાં મિસાઈલનો ૫૦% હિસ્સો ગુમાવ્યો –ઈરાનના પરમાણુ ભંડાર પર કબજો કરીશ: ડોનાલ્ડ ટ્રમ્પ
તહેરાન, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમના ભંડારને લઈને ફરી એકવાર અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પાસે રહેલું ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ પોતાના નિયંત્રણમાં લઈને જ રહેશે.
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને પોતાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ટ્રમ્પે જણાવ્યું કે, “અમે ઈરાન પાસે રહેલું સંવર્ધિત યુરેનિયમ મેળવીને જ રહીશું. આપણને તેની કોઈ જરૂર નથી અને આપણે તેને રાખવા પણ માંગતા નથી. શક્ય છે કે તેને મેળવ્યા બાદ અમે તેનો નાશ કરી દઈએ, પરંતુ અમે ઈરાનને તે કોઈ પણ સંજોગોમાં પોતાની પાસે રાખવા નહીં દઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈરાન પાસે આશરે ૯૦૦ પાઉન્ડ જેટલું ઉચ્ચ સંવર્ધિત યુરેનિયમ હોવાનું મનાય છે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા દરમિયાન આ યુરેનિયમને ઈરાનના પરમાણુ ઠેકાણાઓની નીચે દબાવી દેવામાં આવ્યું હતું. જો કે, ગયા અઠવાડિયે ટ્રમ્પે એક વાતચીતમાં થોડું નરમ વલણ દાખવ્યું હતું અને સંકેત આપ્યો હતો કે જો આ યુરેનિયમ ત્યાં જ દફન રહે તો તેમને વાંધો નથી,
પરંતુ ગુરુવારે તેમણે ફરી પોતાના જૂના કડક તેવરમાં વાપસી કરીને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા આ ભંડારને પોતાના નિયંત્રણમાં લેશે.આ વૈશ્વિક તણાવ વચ્ચે, અર્થતંત્ર અને ઉર્જા સપ્લાય ક્ષેત્રે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ અનુસાર, વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ ઓઇલ વેપાર માર્ગ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર પોતાનું સત્તાવાર નિયંત્રણ મજબૂત કરવા માટે ઈરાન અને ઓમાન સંયુક્ત રીતે એક કાયમી ‘ટોલ સિસ્ટમ‘ બનાવવાની યોજના પર વિચાર કરી રહ્યા છે.
ફ્રાન્સમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ અમીન-નેજાદે આ વહિવટી પ્રક્રિયા અંગે જણાવ્યું છે કે, “આ દરિયાઈ માર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈરાન અને ઓમાને પોતાના તમામ સંસાધનોનો ઉપયોગ કરવો પડશે. આ સુરક્ષા વ્યવસ્થા પાછળ મોટો ખર્ચ થાય છે, તેથી જે દેશો અથવા આંતરરાષ્ટ્રીય કંપનીઓ આ દરિયાઈ માર્ગનો ઉપયોગ કરશે, તેમણે તેની કિંમત (ટોલ ટેક્સ) પણ ચૂકવવી પડશે.”
આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે કાચા તેલ અને ગેસના પરિવહન ખર્ચમાં મોટો વધારો થઈ શકે છે, કારણ કે દુનિયાના ઊર્જા પુરવઠાનો એક બહુ મોટો હિસ્સો આ જ સાંકડા દરિયાઈ માર્ગ પરથી પસાર થાય છે.ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષમાં ઈઝરાયલનું રક્ષણ કરવા જતાં સુપરપાવર અમેરિકા પોતે જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
અમેરિકાએ પોતાની એડવાન્સ એર ડિફેન્સ મિસાઈલોનો એટલો મોટો જથ્થો વાપરી નાખ્યો છે કે હવે તેના પોતાના જ શસ્ત્રાગાર (મિલીટ્રી સ્ટોક) પર સવાલો ઉભા થવા લાગ્યા છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ના યુદ્ધમાં અમેરિકાએ ઈઝરાયલની ઢાલ બનવા માટે પોતાના સૌથી એડવાન્સ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો આડેધડ ઉપયોગ કર્યાે છે.
સંરક્ષણ અહેવાલો અનુસાર, આ ઓપરેશન દરમિયાન અમેરિકાએ ૨૦૦ થી વધુ અદ્યતન ્ૐછછડ્ઢ (થાડ) ઇન્ટરસેપ્ટર મિસાઈલો દાગી દીધી છે. આ ઉપરાંત પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત અમેરિકન નૌસેનાના યુદ્ધજહાજો પરથી ૧૦૦ થી વધુ જીસ્-૩ અને જીસ્-૬ ઇન્ટરસેપ્ટર લોન્ચ કરવામાં આવ્યા હતા.આશ્ચર્યની વાત એ છે કે, જે દેશ પર હુમલો થયો હતો તે ઈઝરાયલે પોતે પોતાના સંરક્ષણમાં આટલી મોટી સંખ્યામાં મિસાઈલો વાપરી નથી.
ઈઝરાયલે પોતાની ‘એરો’ સિસ્ટમમાંથી ૧૦૦ થી ઓછી અને ‘ડેવિડ્સ સ્લિંગ’ માંથી માત્ર ૯૦ જેટલી મિસાઈલો છોડી હતી. લશ્કરી વિશ્લેષક કેલી ગ્રીકોના જણાવ્યા અનુસાર, “આ આંકડા ચોંકાવનારા છે. જાહેર પ્લેટફોર્મ પર ગમે તે દાવો કરાય, પરંતુ ઈરાનની મિસાઈલોને હવામાં તોડી પાડવાનો અડધાથી વધુ બોજ અમેરિકાએ પોતાના માથે લીધો છે અને ઈઝરાયલે પોતાનો સ્ટોક સુરક્ષિત રાખ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ યુદ્ધમાં અમેરિકાના સંરક્ષણ મંત્રાલય ‘પેન્ટાગન’ નો લગભગ ૫૦ ટકા મિસાઈલ સ્ટોક સાફ થઈ ગયો છે. હવે અમેરિકા પાસે માત્ર ૨૦૦ જેટલી જ ્ૐછછડ્ઢ મિસાઈલો બચી હોવાની આશંકા છે. ચિંતાની વાત એ છે કે અમેરિકી સંરક્ષણ કંપનીઓની ઉત્પાદન ક્ષમતા એટલી ઝડપી નથી કે આ ખાલી થયેલા સ્ટોકને ટૂંક સમયમાં ફરી ભરી શકાય.અમેરિકાની આ નબળાઈના કારણે એશિયામાં તેના સાથી દેશો જાપાન અને દક્ષિણ કોરિયા ભારે ચિંતામાં મુકાયા છે.
આ બંને દેશો પોતાની સુરક્ષા માટે અમેરિકાની એર ડિફેન્સ ક્ષમતા પર નિર્ભર છે. જો આગામી સમયમાં ચીન તાઈવાન પર હુમલો કરે અથવા ઉત્તર કોરિયા કોઈ નવું સૈન્ય સંકટ ઊભું કરે, તો અમેરિકા તેમને મિસાઈલ પ્રોટેક્શન પુરૂં પાડી શકશે કે કેમ તે બાબતે મોટો સસ્પેન્સ સર્જાયો છે.અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જો
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ ફરી કોઈ મોટી સૈન્ય કાર્યવાહી કે જવાબી હુમલો શરૂ કરશે, તો અમેરિકાના મિસાઈલ સ્ટોક પર અસહ્ય દબાણ આવશે.
