BJP પાર્ટી બંગાળમાં પણ ગેરકાયદેસર ઘૂસણખોરીનો સફાયો કરશે
શુભેન્દુ સરકાર દ્વારા આ સંદર્ભે પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાધિકારીઓને લેખિત નિર્દેશો અને ગાઇડલાઇન્સ જારી-બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓને ડિપોર્ટ કરવા માટે હોલ્ડિંગ સેન્ટર બનશે
કોલકાતા, પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળ્યા બાદ શુભેન્દુ સરકારે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો વિરૂદ્ધ એક મોટું અને મક્કમ પગલું ભર્યું છે.
રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશી અને રોહિંગ્યા પ્રવાસીઓને તેમના દેશ પાછા મોકલવાની તૈયારીઓ સરકારે શરૂ કરી દીધી છે. આ અંતર્ગત રાજ્ય સરકારે ખાસ હોÂલ્ડંગ સેન્ટર બનાવવાનો આદેશ આપ્યો છે.
શુભેન્દુ સરકાર દ્વારા આ સંદર્ભે પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાધિકારીઓને લેખિત નિર્દેશો અને ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. તમામ જિલ્લાધિકારીઓને પોતાના વિસ્તારમાં આ હોÂલ્ડંગ સેન્ટર્સ બનાવવા માટે યોગ્ય જગ્યાની ઓળખ કરવા કહેવાયું છે.
આ પ્રક્રિયાને વહેલી તકે શરૂ કરવા માટેની કડક સૂચના અપાઈ છે. વહીવટીતંત્રનું મુખ્ય ફોકસ ખાસ કરીને સરહદી જિલ્લાઓ અને એવા વિસ્તારો પર છે, જ્યાં ગેરકાયદેસર પ્રવાસીઓ છુપાયા હોવાની આશંકા વધુ છે.
આ હોÂલ્ડંગ સેન્ટરો બનાવવાનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે રહેતા લોકો પર ચુસ્ત નજર રાખવાનો છે. રાજ્યના અલગ-અલગ ભાગોમાંથી પકડાયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને હવે સીધા જેલમાં રાખવાને બદલે આ સ્પેશિયલ હોÂલ્ડંગ સેન્ટરોમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યાં સુધી આ પકડાયેલા વિદેશી નાગરિકોની ઓળખની પુષ્ટિ ન થાય અને તેમને કાનૂની રીતે તેમના મૂળ દેશ પાછા મોકલવાની પ્રક્રિયા પૂરી ન થાય, ત્યાં સુધી તેમને આ જ સેન્ટરોમાં સુરક્ષિત રાખવામાં આવશે.
નોંધનીય છે કે, ભાજપે આ જ વર્ષે યોજાયેલી બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજ્યમાંથી ગેરકાયદેસર પ્રવાસીઓને બહાર કાઢવાનું વચન આપ્યું હતું.
ચૂંટણી રેલીઓ દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “જે રીતે ભાજપે આસામમાં ઘૂસણખોરીને સંપૂર્ણપણે નાબૂદ કરી છે, તે જ રીતે પાર્ટી બંગાળમાં પણ ગેરકાયદેસર ઘૂસણખોરીનો સફાયો કરશે.” હવે રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ, પાર્ટી પોતાના એ વચનને પૂરું કરવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે.
