ભારત દેશના ઇતિહાસમાં સૌથી વધુ સમય PM પદે રહેવામાં મોદી ત્રીજા સ્થાને
File Photo
પીએમ મોદીના શાસનના સફળ ૧૨ વર્ષ પૂર્ણ: ભાજપ દેશભરમાં ઉજવશે ‘સિદ્ધિ અભિયાન’, ચામલિંગનો રેકોર્ડ તોડી રચ્યો નવો ઈતિહાસ
નવી દિલ્હી: मुख्यમંત્રીથી લઈને વડાપ્રધાન પદ સુધીની ઐતિહાસિક સફરમાં નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય રાજનીતિ અને શાસન વ્યવસ્થામાં એક નવો જ અધ્યાય લખી દીધો છે. ૨૬ મે ૨૦૨૬ના રોજ વડાપ્રધાન તરીકે તેમના શાસનના સફળ ૧૨ વર્ષ (૪,૩૮૩ દિવસ) પૂર્ણ થયા છે. આ અભૂતપૂર્વ અવસરને યાદગાર બનાવવા માટે ભારતીય જનતા પક્ષ (BJP) દ્વારા દેશભરમાં ‘સિદ્ધિ અભિયાન’ થકી તેની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત ભાજપના નેતાઓ અને લાખો કાર્યકરો પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં થયેલા જનકલ્યાણના કાર્યો, સુશાસન અને આર્થિક વિકાસની ઐતિહાસિક સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડશે.
📈 પવન કુમાર ચામલિંગનો રેકોર્ડ તૂટ્યો: દેશ અને રાજ્યના વડા તરીકે સૌથી લાંબું શાસન
નરેન્દ્રભાઈ મોદીએ દેશ અને રાજ્યના વડા (મુખ્યમંત્રી અને વડાપ્રધાન બંને મળીને) તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો એક અનોખો અને અપ્રતિમ કીર્તિમાન પોતાના નામે અંકિત કર્યો છે.
આજની તારીખે તેમણે લોકતાંત્રિક શાસનમાં કુલ ૮,૯૯૭ દિવસ પૂર્ણ કર્યા છે. આ સાથે જ તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના ૮,૯૩૦ દિવસના શાસનના વર્ષો જૂના રેકોર્ડને ધ્વસ્ત કરીને ભારતભરમાં નવો ઇતિહાસ રચી દીધો છે.
⏳ દેશના ઇતિહાસમાં સૌથી વધુ સમય પીએમ પદે રહેવામાં મોદી ત્રીજા સ્થાને
બરાબર ૧૨ વર્ષ પહેલા, એટલે કે ૨૬ મે ૨૦૧૪ના રોજ નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન પદના પ્રથમ વખત શપથ લીધા હતા. ભારતના ઇતિહાસમાં સૌથી વધુ સમય વડાપ્રધાન પદે સેવા આપવાની યાદીમાં નરેન્દ્રભાઈ મોદી અત્યારે દેશમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા છે.
ભારતમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન પદ સંભાળવાનો રેકોર્ડ દેશના પ્રથમ પીએમ પંડિત જવાહરલાલ નહેરુના નામે છે, જેઓ ૧૬ વર્ષ અને ૨૮૬ દિવસ સુધી પદ પર રહ્યા હતા. બીજા ક્રમે ઇન્દિરા ગાંધી આવે છે.
📊 ભારતના મુખ્ય વડાપ્રધાનોનો કાર્યકાળ (સમયગાળો):
નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના આ વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન દેશમાં કલમ ૩૭૦ નાબૂદી, રામ મંદિર નિર્માણ, ડિજિટલ ઇન્ડિયા ક્રાંતિ અને જીએસટી (GST) જેવા અનેક મોટા આર્થિક અને સામાજિક સુધારાઓ જોવા મળ્યા છે. આ જ કારણે ભાજપ આગામી દિવસોમાં આ ઉપલબ્ધિઓને ‘સિદ્ધિ અભિયાન’ના માધ્યમથી લોકોની વચ્ચે લાવીને મોટું શક્તિપ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે, રાષ્ટ્રસેવા, સુશાસન, ગરીબ કલ્યાણ અને વિકસિત ભારતના સંકલ્પને સમર્પિત લોકનેતૃત્વના ભવ્ય ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. આપના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ ભારતે વિકાસ, આત્મનિર્ભરતા, ઇનોવેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સાંસ્કૃતિક ગૌરવ અને વૈશ્વિક પ્રતિષ્ઠા ક્ષેત્રે નવા આયામો સ્થાપિત કર્યા છે.
જનકેન્દ્રી યોજનાઓ દ્વારા, વિકાસના લાભો સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડીને આપે ‘સેવા’ ને શાસનનો મુખ્ય મંત્ર બનાવ્યો છે.
આપના નેતૃત્વમાં ‘નવું ભારત’ આત્મવિશ્વાસ, સામર્થ્ય અને સંકલ્પ સાથે સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આપના માર્ગદર્શન અને દર્શાવેલા પથ પર ચાલીને, આપણે સૌ સાથે મળીને ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ ના સંકલ્પને ચોક્કસપણે સાકાર કરીશું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ કહ્યું- “વિશ્વના સૌથી લોકપ્રિય રાજકારણી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને ‘પ્રધાનસેવક’ તરીકે સેવા, સુશાસન અને જન કલ્યાણ માટે સમર્પિત 12 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન! આ વર્ષોમાં, ગરીબોનું કલ્યાણ સરકારની પ્રાથમિકતા બન્યું, અંત્યોદય આત્મનિર્ભરતાની શક્તિમાં પરિવર્તિત થયું અને જનભાગીદારીએ વિકાસને જન આંદોલનમાં પરિવર્તિત કર્યો. આ તે દ્રષ્ટિ છે જેણે એક એવા ‘નવા ભારત’ને આકાર આપ્યો, જ્યાં મહિલા સશક્તિકરણ, નવીનતા, આર્થિક પ્રગતિ અને સાંસ્કૃતિક પુનરુજ્જીવન સાથે આગળ વધી રહ્યા છે.”
