“માતા બન્યા પછી સ્ત્રીઓ પોતાની જાતને ફરીથી કેવી રીતે શોધે છે” વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન
મધર્સ ડેની ઉજવણી નિમિત્તે AMA દ્રારા “માતૃત્વ અને ઓળખ” વિષય પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું
Ahmedabad, મધર્સ ડેની ઉજવણી નિમિત્તે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા એમટીએમના સહયોગથી એએમએ કેમ્પસ ખાતે “માતૃત્વ અને ઓળખ: માતા બન્યા પછી સ્ત્રીઓ પોતાની જાતને ફરીથી કેવી રીતે શોધે છે” વિષય પર એક વિશેષ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃત્વ એ એક પરિવર્તનકારી સફર છે જે ઘણીવાર વ્યક્તિની વ્યક્તિગત અને વ્યાવસાયિક ઓળખના પુનઃમૂલ્યાંકનની આવશ્યકતા ઉભી કરે છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આ પરિવર્તનને શોધવાનો હતો, જેમાં સ્ત્રીઓ પોતાની સ્વ-ઓળખ જાળવી રાખીને તેમની વિકસતી ભૂમિકાઓને કેવી રીતે સંભાળે છે તે અંગે આંતરદૃષ્ટિ આપવામાં આવી હતી.
જાણીતા વક્તાઓ ડૉ. પાયલ ગૌરવ મહેતા (આસિસ્ટન્ટ પ્રોફેસર, લો ફેકલ્ટી, જીએલએસ યુનિવર્સિટી); શ્રીમતી આરતી ખટવાણી ભાટિયા (જાણીતા બાળ સાહિત્યકાર); શ્રીમતી તન્વી રાઠોડ (‘મેસન બાય તન્વી રાઠોડ’ના સ્થાપક); શ્રીમતી વૈશાલી વૈષ્ણવ (એમટીએમ વુમન્સ કોમ્યુનિટીના સ્થાપક); શ્રીમતી પાર્થિવી અદ્યારુ (લેખિકા, સાંસ્કૃતિક ઉદ્યોગસાહસિક અને ‘પોએટ્રી’ના સ્થાપક)
જેઓ પોતાની કારકિર્દી, સર્જનાત્મકતા અને પરિવાર વચ્ચે સફળતાપૂર્વક સંતુલન જાળવી રહ્યા છે, તેઓ દ્રારા પેનલ ડિસ્કશનને સંબોધવામાં આવ્યું હતું. શ્રીમતી રાજસી ગજ્જર (એએમએ એક્સટેન્શન સર્વિસ કમિટીના સભ્ય અને આરઆઈ કુરમે ઇનોવેશન્સના પાર્ટનર) દ્રારા આ પેનલ ડિસ્કશનનું સંચાલન કરવામાં આવ્યું હતું.
