CMR ગ્રીન ટેક્નોલોજીસ લિમિટેડનો IPO 3 જૂન, 2026ના રોજ ખુલશે
- ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 182થી રૂ. 192 નક્કી કરવામાં આવ્યો છે (the “Price Band”)
- એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓ માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 18 સુધીનું ડિસ્કાઉનન્ટ ઓફર કરવામાં આવે છે
- બિડ/ઓફર બુધવાર, 3 જૂન, 2026ના રોજ ખુલશે અને શુક્રવાર, 5 જૂન, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર મંગળવાર, 2 જૂન, 2026ના રોજ ખુલશે અને બંધ થશે
- બિડ લઘુતમ 78 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 78 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
- આરએચપી લિંકઃ https://www.icicisecurities.com/cmr-green-technologies-ltd
અમદાવાદ, 01 જૂન, 2026: સીએમઆર ગ્રીન ટેક્નોલોજીસ લિમિટેડ (“CMR” or “The Company”) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર બુધવાર, 3 જૂન, 2026ના રોજ ખોલશે.
ઓફરમાં વેચાણકર્તા શેરધારકો દ્વારા 3,28,58,323 સુધીના ઇક્વિટી શેર્સ (“Offered Shares”) (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના) (“Equity Share(s)”) ની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. ઓફર કરાયેલા શેર્સમાં મોહન અગરવાલ (the “Promoter Selling Shareholders”) દ્વારા 49,59,428 સુધીના ઇક્વિટી શેર્સ, ગૌરી શંકર અગરવાલ એચયુએફ (તેમના કર્તા દ્વારા) દ્વારા 10,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, મોહન અગરવાલ એચયુએફ દ્વારા 5,00,000 સુધીના ઇક્વિટી શેર્સ (તેમના કર્તા દ્વારા) (the “Promoter Group Selling Shareholders”), અને ગ્લોબલ સ્ક્રેપ પ્રોસેસર્સ લિમિટેડ દ્વારા 2,63,98,895 સુધીના ઇક્વિટી શેર્સ (the “Investor Selling Shareholder”) (collectively, the “Selling Shareholders”) નો સમાવેશ થાય છે (વેચાણકર્તા શેરધારકો દ્વારા ઇક્વિટી શેર્સના વેચાણ માટેની આવી ઓફર એટલે “Offer” or “Offer for Sale”).
આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 25 મિલિયન સુધીના મૂલ્યના એટલી જ સંખ્યામાં ઇક્વિટી શેર્સ અનામત રાખવાનો સમાવેશ થાય છે (the “Employee Reservation Portion”). એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર મંગળવાર, 2 જૂન, 2026ના રોજ ખુલશે અને બંધ થશે. બિડ/ઓફર સબ્સ્ક્રીપ્શન માટે બુધવાર, 3 જૂન, 2026ના રોજ ખુલશે અને શુક્રવાર, 5 જૂન, 2026ના રોજ બંધ થશે. બિડ્સ લઘુતમ 78 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 78 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (the “Minimum Bid Lot”).
આ ઇક્વિટી શેર્સ ચંદીગઢ ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, હરિયાણામાં 27 મે, 2026ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (the “RHP”) દ્વારા ઓફર કરવામાં આવે છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સનું બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE” together with BSE, the “Stock Exchanges”) જેવા શેરબજારો પર લિસ્ટિંગની યોજના છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ નિયુક્ત શેર બજાર છે (the “Listing Details”).
આ ઓફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમો (“SCRR”), 1957ના નિયમ 19(2)(બી) તેમજ સેબી આઈસીડીઆર નિયમોના નિયમ 31 સાથે વાંચતા સુધારા મુજબ કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (“QIBs”) (“QIB Portion”) માટે ઉપલબ્ધ રહેશે,
એ શરતે કે અમારી કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને સેબી આઈસીડીઆર નિયમનો મુજબ વિવેકાધીન આધારે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો ફાળવી શકે છે (“Anchor Investor Portion”). એન્કર ઇન્વેસ્ટર પોર્શનનો 40 ટકા હિસ્સો આ પ્રકારે અનામત રખાશેઃ (1) સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે 33.33 ટકા અનામત રખાશે, (2) ઇન્શ્યોરન્સ એક્ટ, 1938ની જોગવાઇઓ મુજબ ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોંધાયેલી લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ
અને અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, 2013ની જોગવાઈઓ હેઠળ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં નોંધાયેલા પેન્શન ફંડ્સ માટે 6.67 ટકા અનામત રહેશે, એ શરતે કે તેમના તરફથી એન્કર ઇન્વેસ્ટર ઓફર પ્રાઇસ કે કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
જો લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી કુલ માંગ 6.67 ટકા કરતા ઓછી હોય તો બાકીના ઇક્વિટી શેર્સ સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવેલા પોર્શનમાં ઉમેરવામાં આવશે. લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત કેટેગરીમાં અંડરસબ્સ્ક્રીપ્શન થાય તો તે હિસ્સાને સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફાળવી શકાય છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબ્સ્ક્રીપ્શન ઓછું થવાના અને ફાળવણી ન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ બાકીના ક્યુઆઈબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“Net QIB Portion”)માં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત, નેટ ક્યુઆઈબી પોર્શનમાંથી 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ને પ્રમાણસર ધોરણે ફાળવવા માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.
વધુમાં, સેબી આઈસીડીઆર નિયમો મુજબ નેટ ઓફરનો લઘુતમ 15 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સને (“Non-Institutional Portion”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ઓફરનો લઘુતમ 35 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને (“Retail Portion”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર કિંમત અથવા તેથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થયેલી હોય.
આ ઉપરાંત એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર્સ ફાળવવામાં આવશે, જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થવાને આધીન રહેશે. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શન હેઠળ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને આ પ્રકારે ઇક્વિટી શેર્સની ફાળવણી થશેઃ (1) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક-તૃતીયાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની અરજી કરનાર બિડર્સને ફાળવણી માટે અનામત રહેશે અને (2) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો બે-તૃતીયાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની અરજી કરનાર બિડર્સ માટે અનામત રહેશે, એ શરતે કે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની આ સબ-કેટેગરીઝ પૈકી ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલો પોર્શન નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવી શકાશે.
એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય તમામ બિડર્સે Application Supported by Blocked Amount (“ASBA”) નો ફરજિયાતપણે ઉપયોગ કરીને ભાગ લેવાનો રહેશે, જેમાં તેમણે તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો (અહીં જણાવ્યા મુજબ) તથા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરીને યુપીઆઈ આઈડીની વિગતો (અહીં જણાવ્યા મુજબ) આપવાની રહેશે, જેમાં તેમની સંબંધિત બિડની રકમના જેટલી રકમ યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેંકો અથવા સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની મંજૂરી નથી. વધુ વિગતો માટે પેજ 580 પર “Offer Procedure” જુઓ.
ઇક્વિરસ કેપિટલ લિમિટેડ (જે અગાઉ ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ હતી), આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (“BRLMs”). અહીં ઉપયોગમાં લેવાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.
Disclaimer: CMR Green Technologies Limited is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offering of its Equity Shares and has filed the Red Herring Prospectus with the Registrar of Companies, Haryana at Chandigarh on May 27, 2026 and later with Securities and Exchange Board of India and the Stock Exchanges. The Red Herring Prospectus shall be available on the websites of the Company i.e. www.cmr.co.in and SEBI, BSE and NSE at www.sebi.gov.in, www.bseindia.com and www.nseindia.com, respectively, and on the websites of the Book Running Lead Managers i.e. Equirus Capital Limited (formerly known as Equirus Capital Private Limited), ICICI Securities Limited and Motilal Oswal Investment Advisors Limited at www.equirus.com, www.icicisecurities.com and www.motilaloswalgroup.com, respectively. Potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see the section titled “Risk Factors” on page 26 of the RHP. Potential investors should not rely on the DRHP filed with SEBI for making any investment decision but should only rely on the information included in RHP filed by the Company with the RoC for making investment decisions. The Equity Shares issued in the Issue have not been and will not be registered under the United States Securities Act of 1933, as amended (“U.S. Securities Act”) or any other applicable laws in the United States, and unless so registered, may not be issued or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and in accordance with any applicable U.S. state securities laws. Accordingly, the Equity Shares are being offered and sold outside the United States in ‘offshore transactions’ as defined in and in reliance on Regulation S under the U.S. Securities Act and the applicable laws of the jurisdictions where such offers and sales are made. The Equity Shares have not been and will not be registered, listed or otherwise qualified in any other jurisdiction outside India and may not be issued or sold, and Bids may not be made by persons in any such jurisdiction, except in compliance with the applicable laws of such jurisdiction.
