અમદાવાદનો ભૂરીયો નડિયાદથી ગાડીમાં દારૂ લઈને આવતા ઝડપાયો
પકડાયેલ આરોપી ગૌરવ ઉર્ફે ભુરીયો અશોકભાઈ નટવરજી ઠાકોર (રહે. પ્રેમ દરવાજા બહાર, તેલીયા મીલની ચાલી, ઈદગાહ રોડ, અમદાવાદ) વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી
નડિયાદ: એલસીબીએ અમદાવાદ લઈ જવાતો દેશી દારૂ ના મોટા જથ્થા ને પકડી પાડ્યો- દેશી દારૂ સાથે ₹4.49લાખ નો મુદ્દા માલ કબજે
નડિયાદ, ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નડિયાદ નજીક એક્સપ્રેસ વે પર ફિલ્મી ઢબે પીછો કરીને એક સફેદ કલરની બોલેરો ગાડીમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે મુદ્દામાલ, વાહન અને રોકડ રકમ સહિત કુલ ₹૪,૪૯,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ખેડા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાતમી મળી હતી છે એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી (નંબર GJ-01-WL-8527) માં દેશી દારૂ ભરીને આણંદ તરફથી અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર થઈને જવાની છે.
આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદથી અમદાવાદ તરફ જવાના એન્ટ્રી પોઇન્ટ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વર્ણનવાળી બોલેરો ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવા ઈશારો કર્યો હતો, પરંતુ ગાડીના ડ્રાઇવરે ગાડી ઊભી રાખી ન હતી અને ભગાડી મૂકી હતી.
જેથી પોલીસે ખાનગી વાહન મારફતે આ ગાડીનો પીછો કર્યો હતો અને એક્સપ્રેસ વે પર થોડે આગળ જઈ ઓવરટેક કરીને બેટરીના લાઈટના અજવાળાથી ઈશારો કરી મરીડા બ્રિજ નજીક રોડની સાઈડમાં ગાડીને આંતરીને ઊભી રખાવી હતી.પોલીસે ગાડીને કોર્ડન કરી તપાસ કરતા ડ્રાઇવર સીટ પર એક ઇસમ બેઠેલો મળી આવ્યો હતો.
ગાડીની વચ્ચેની સીટોમાં તથા પાછળના ભાગે તપાસ કરતા પ્લાસ્ટિકના મીણિયામાં પ્રવાહી ભરેલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાંથી કુલ ૭૪૮ લીટર દેશી દારૂ (કિંમત ₹૧,૪૯,૬૦૦/-), ₹૩,૦૦,૦૦૦/- ની કિંમતની બોલેરો ગાડી અને ડ્રાઇવરની અંગ ઝડતીમાંથી મળેલા રોકડા ₹૨૦૦/- મળી કુલ ₹૪,૪૯,૮૦૦/- નો પ્રોહિબિશન મુદ્દામાલ પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે રાખવા બદલ જપ્ત કર્યો હતો.
આ મામલે પોલીસે પકડાયેલ આરોપી ગૌરવ ઉર્ફે ભુરીયો અશોકભાઈ નટવરજી ઠાકોર (રહે. પ્રેમ દરવાજા બહાર, તેલીયા મીલની ચાલી, ઈદગાહ રોડ, અમદાવાદ) વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
