Western Times News

Gujarati News

માઇક્રોસોફ્‌ટ સાથે પાર્ટનરશિપ પર અમે ઘણા ઉત્સાહિતઃ મુકેશ અંબાણી

નવીદિલ્હી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે માઇક્રોસોફ્‌ટ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભાગીદારી દશકની નિર્ણાયક ભાગીદારી હશે. મુકેશ અંબાણીએ મુંબઈમાં ફ્યૂચર ડિકોડેડ સીઇઓ ૨૦૨૦ સમિટમાં માઇક્રોસોફ્‌ટના મુખ્ય કાર્યકારી અધિકારી સત્ય નડેલા સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી. મુકેશ અંબાણીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ટ્‌ર્મ્પ જે ભારત જોશે તે છેલ્લા અમેરિકાના રાષ્ટ્રપતિઓ કરતા ઘણું અલગ હશે.

મુંબઈમાં આયોજીત ફ્યૂચર ડિકોડેડ સીઇઓ ૨૦૨૦ સમિટમાં મુકેશ અંબાણીએ સત્ય નડેલા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે ભારતમાં અમારી પાસે પ્રમુખ ડિજિટલ સમાજ બનાવવાની તક છે. ભારતમાં જમીની સ્તર પર ઉદ્યમિતાની વિરાટ તાકાત છે. આ વાતમાં કોઈ શંકા નથી કે અમે જલ્દી દુનિયાની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં હશું. મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ભારતમાં મોબાઇલ નેટવર્ક દુનિયામાં કોઈથી શાનદાર અથવા બરાબર છે. મૌલિક રુપથી, ભારતની પ્રગતિ પ્રોદ્યોગિકના ક્ષેત્રમાં આગળ વધી છે. શરુઆતના દિવસોમાં ટીસીએસ,ઇન્ફોસિસે ટેકનિક સુધારાને આગળ વધારી હતી.

આરઆઇએલના ચેરમેને કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમને ડિજિટલ ઇન્ડિયાનું વિઝન આપ્યું છે અને ત્નૈર્ના લોન્ચ પછી ડિજિટલ ઇન્ડિયામાં એક નાની ભૂમિકા નિભાવી. જિયો પહેલા દેશમાં ડેટાની કિંમત ૩૦૦થી ૫૦૦ રુપિયા પ્રતિ જીબી હતી. જે જિયોના આવ્યા પછી ૧૨ થી ૧૪ રુપિયા પ્રતિ જીબી થઈ ગઈ છે. ૩૮ કરોડ લોકો હવે જિયોની ૪જી પ્રોદ્યોગિકનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે જિયો પહેલા ડેટાની ઝડપ ૨૫૬ કેબી જ હતી. જિયો પછી આ ૨૧ એમબીપી જ સુધી પહોંચી ગઈ છે. ડેટાની ખપતમાં વધારો થયો છે. ડિજિટલ ઇન્ડિયા એક જન આંદોલન બની ગયું છે.

મુકેશ અંબાણીએ નડેલા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના સ્ટાર્ટઅપ તરીકે થઈ હતી. જ્યારે સ્ટાર્ટઅપ એક ઇન્ડસ્ટ્રી બની ન હતી. દરેક નાના બિઝનેસ અને આંત્રપ્રેન્યોરમાં એ ક્ષમતા હોય છે કે તે ધીરુભાઇ અંબાણી કે બિલ ગેટ્‌સ બની શકે. સ્મોલ, મીડિયમ અને માઇક્રો ઇન્ડસ્ટ્રી ભારતની જીડીપીનો એક મહત્વનો ભાગ છે. અમારા પિતાજીએ એક ટેબલ, ખુરશી અને એક હજાર રુપિયાથી રિલાયન્સની સ્થાપના કરી હતી. જિયો અને માઇક્રોસોફ્‌ટ પાસે એમએસએમઇને પુરી રીતે સક્ષમ કરવા માટે અવસર છે. એમએસએમઈ ભારતના એક્સપોર્ટમાં ૪૦% યોગદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.