Western Times News

Gujarati News

ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ખેડબ્રહ્મા ખાતે મા અંબિકાના દર્શન કર્યા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ સાબરકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન ખેડબ્રહ્મા ખાતે બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી અંબિકા માતાજીના મંદિરે પહોંચીને ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. તેમણે માતાજીના ચરણોમાં શીશ નમાવીને ગુજરાતની જનતાની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

શિક્ષણ મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા તેમનું પરંપરાગત શાલ ઓઢાડીને અને માતાજીની છબી ભેટ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે મંત્રીશ્રીએ માતાજીની આરતીનો લાભ લીધો હતો અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.