હું ધીરે ધીરે ફરી મારો રસ્તો શોધી રહી છું : અલકા યાજ્ઞિક
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
અલકા યાજ્ઞિકને હિન્દી સિનેમાના મેલોડી ક્વીન તરીકે ઓળખાય છે અને ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં તેમણે અનેક સફળ ગીતો આપ્યાં છે
મુંબઈ, જાણીતાં ગાયિકા અલકા યાજ્ઞિકને મંગળવારે પદ્મ ભુષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેઓ પોતાની સાંભળવાની તકલીફને કારણે બે વર્ષથી લાઇમલાઇટથી દૂર હતાં. ૨૦૨૪માં જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર એક વાયરલ હુમલાને કારણે સાંભળવાની ક્ષમતા ગુમાવવાની એક રેર બીમારી અંગે જાહેરાત કરી હતી ત્યારે ઘણા લોકોને આઘાત સાથે આશ્ચર્ય થયું હતું. હવે તેમણે બે વર્ષની પોતાની સંઘર્ષ યાત્રા વિશે વાત કરી છે.
અલકા યાજ્ઞિકને હિન્દી સિનેમાના મેલોડી ક્વીન તરીકે ઓળખાય છે અને ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં તેમણે અનેક સફળ ગીતો આપ્યાં છે. હવે બે વર્ષ પછી તેમણે પોતાનાં ફૅન્સ સમક્ષ પોતાની સ્થિતિ મુકી છે, તેમણે કહ્યું છે કે તેઓ ધીરે ધીરે ફરી સામાન્ય થઈ રહ્યાં છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પદ્મ પુરસ્કાર વખતે જ્યારે તેમને પકડીને સ્ટેજ સુધી લઈ જવા પડ્યાં, ત્યારે તેમની નબળાઈ જોઈને તેમના ચાહકોને તેમનાં માટે વધુ ચિંતા થઈ હતી.
આ પ્રેમ અને લાગણીઓને તેમણે ફરી પોતાનાં સોશિયલ મીડિયાનાં માધ્યમથી જવાબ આપ્યો છે. પોતાનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અલકા યાજ્ઞિકે લખ્યું કે કેમ તેઓ બે વર્ષથી જાહેરમાં દેખાયાં નથી. તેમણે લખ્યું, “બે વર્ષથી હું સ્પોટલાઇટ, જાહેરમાં જવાથી અને મારી સફર વિશે કશું જ જાહેર કરવાથી દુર રહી છું. તમારામાંથી ઘણા જાણે છે કે હું ખરાબ તબિયત અને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છું અને આ દરમિયાન તમારો પ્રેમ અને પ્રાર્થનાઓ, મેસેજીસ અને અડગ સહકાર હંમેશા દરેક પગલે મારી સાથે રહ્યા છે.”
બે વર્ષ પહેલાં અચાનક જ તેમને ન સાંભળવાની તકલીફ શરૂ થઈ ગઈ હતી, તેઓ એક પ્લેનમાંથી ઉતર્યાં અને તેમને એક પણ અવાજ સંભળાવાનો બંધ થઈ ગયો, જેને ડોક્ટરે વાયરલ એટેક ગણાવ્યો, જેણે તેમની સાંભળવાની નસો પર હુમલો કર્યાે હતો. SS1
