પિતાના જન્મદિને અજય દેવગણે ચૌહાણ ફિલ્મની જાહેરાત કરી
અજય પહેલીવાર આનંદ એલ.રાય સાથે કામ કરશે
પઠાનો સે કહેના ચૌહાન આ રહા હૈ ઃ પહેલી ઓક્ટોબર ૨૦૨૭માં ફિલ્મ થિયેટર્સમાં રજૂ થશે
મુંબઈ, પોતાના પિતા વીરૂ દેવગણના જન્મદિને અજય દેવગણે પોતાની નવી ફિલ્મ ચૌહાણની જાહેરાત કરી હતી. એક્શન કોરિયોગ્રાફર વીરૂ દેવગણના પુત્ર અજય દેવગણે પિતાનો આભાર માનતાં જણાવ્યું હતું કે એક્શન સિનેમાને તમે જે પ્રદાન કર્યું છે તેના માટે તમારો આભાર. તમારો વારસો આગામી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.અજય દેવગણ માટે આ પ્રોજેક્ટ મહત્વનો છે. અજય દેવગણ પહેલીવાર આ ફિલ્મમાં નિર્માતા-નિર્દેશક આનંદ એલ. રાય સાથે કામ કરશે.
આ વિડિયોમાં અંતિમ લાઇન એવી છે કે પઠાનોં સે કેહના, ચૌહાન આ રહા હૈ.ચૌહાણ ફિલ્મનું નિર્દેશન નીરજ યાદવ કરશે જ્યારે તેનું નિર્માણ જ્યોતિ દેશપાંડે, આનંદ એલ.રાય અને હિમાંશુ શર્મા કરી રહ્યા છે. આ ફિલ્મને પહેલી ઓક્ટોબર ૨૦૨૭માં થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.ફિલ્મના વિડિયો જાહેરાતને પગલે અજય દેવગણના ચાહકો ગેલમાં આવી ગયા છે. વિડિયોમાં જુમ્મા ચુમ્મા દેદે ગીત બેકગ્રાઉન્ડમાં વાગતું હોઇ જુની યાદો તાજી થઇ આવે છે તેમ એક ચાહકે ઓનલાઇન જણાવ્યું હતું.SS1
