Western Times News

Gujarati News

‘મિર્ઝાપુર : ધ મૂવી’માં અલી ફઝલ અને પંકજ ત્રિપાઠી ફરી મચાવશે ભૌકાલ

ફિલ્મ ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે

ફિલ્મમાં અલી ફઝલ, પંકજ ત્રિપાઠી અને દિવ્યેન્દુ ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્રોમાં જોવા મળશે

મુંબઈ,લોકપ્રિય ક્રાઇમ-થ્રિલર ફ્રેન્ચાઇઝી ‘મિર્ઝાપુર’ હવે ઓટીટીથી સીધી મોટા પડદા પર પહોંચવા તૈયાર છે. ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’નું સત્તાવાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રિલીઝ થશે.૨૦૧૮માં શરૂ થયેલી વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’એ પોતાના રક્તરંજિત સત્તાસંઘર્ષ, યાદગાર પાત્રો અને જોરદાર સંવાદોના કારણે દેશભરમાં વિશાળ ચાહકવર્ગ બનાવ્યો હતો. હવે ફિલ્મ આ જ દુનિયાની એક નવી અને અત્યાર સુધી ન કહેવાયેલી કહાની લઈને આવી રહી છે.

ટીઝરમાં ‘મિર્ઝાપુર’ના પરિચિત માહોલની ઝલક જોવા મળે છે, પરંતુ આ વખતે કહાની વધુ મોટા કેનવાસ પર રજૂ કરવામાં આવી છે. ફિલ્મની ઘટનાઓ પૂર્વાંચલના ગેંગવોરથી લઈને રાજસ્થાનના રણપ્રદેશ સુધી ફેલાયેલી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે ફિલ્મના સ્કેલ અને ભવ્યતાને વધુ ઊંચાઈ પર પહોંચાડે છે.ફિલ્મમાં અલી ફઝલ (ગુડ્ડુ પંડિત), પંકજ ત્રિપાઠી (કાલીન ભૈયા) અને દિવ્યેન્દુ (મુન્ના ભૈયા) ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્રોમાં જોવા મળશે.

ખાસ વાત એ છે કે અભિનેતા જીતેન્દ્ર કુમાર ફિલ્મમાં બબલુ પંડિતના પાત્રમાં એન્ટ્રી કરશે, જે ચાહકો માટે મોટું સરપ્રાઇઝ બની શકે છે. જે પાત્ર સિરીઝમાં વિક્રાંત મેસ્સીએ ભજવ્યું હતું. જેનું છેલ્લી સિરીઝમાં મૃત્યુ થયું હતું. ઉપરાંત રવિ કિશન પણ એક મહત્વપૂર્ણ નવા પાત્રમાં જોવા મળશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.