Western Times News

Gujarati News

૧૮ હજાર કરોડની નેટવર્થ ધરાવતી ટેલર સ્વિફ્ટના લગ્નની તડામાર તૈયારીઓ!

મેડિસન સ્ક્વેરમાં ૧ હજારથી વધુ VVIP મહેમાનો આપશે હાજરી

મેડિસન સ્ક્વેર ગાર્ડનની આસપાસના કેટલાક રસ્તાઓને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે

મુંબઈ,વિશ્વભરના લોકપ્રિય પોપ સિંગર્સમાંની એક સિંગર ટેલર સ્વિફ્ટ વર્તમાન સમયમાં પોતાના લગ્નના સમાચારોને લઈને ભારે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, ટેલર સ્વિફ્ટ અને તેમના મંગેતર ટ્રેવિસ કેલ્સ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલો મુજબ, સિંગર ટૂંક સમયમાં ન્યૂયોર્કના પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં પોતાના વેડિંગ ફંક્શન્સ સેલિબ્રેટ કરતી જોવા મળી શકે છે. આ કોઈ સામાન્ય લગ્ન નહીં હોય, પરંતુ કેટલાય દિવસો સુધી ચાલનારું એક ગ્રાન્ડ સેલિબ્રેશન હશે.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ફંક્શન્સ ૨ જુલાઈથી શરૂ થઈને ૪ જુલાઈ સુધી ચાલી શકે છે. સમાચારો અનુસાર, પહેલા દિવસે માત્ર નજીકના મિત્રો અને પરિવારના આશરે ૧૦૦ લોકોને આમંત્રિત કરવામાં આવશે. ત્યારબાદ, ૩ જુલાઈએ એક મોટું ફંક્શન હોસ્ટ કરવામાં આવી શકે છે, જેમાં એક હજારથી વધુ મહેમાનો સામેલ થવાના અહેવાલો છે. આ દરમિયાન લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ અને કેટલાય ખાસ પ્રોગ્રામ્સ પણ યોજાઈ શકે છે.કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, મેડિસન સ્ક્વેર ગાર્ડનની આસપાસના કેટલાક રસ્તાઓને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

બીજી તરફ મહેમાનોના રોકાણ માટે ઘણી મોટી હોટલોમાં રૂમ બુક કરવામાં આવ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ટીમ દ્વારા અપડેટ આપવામાં આવ્યુ નથી. લગ્ન માટે મેડિસન સ્ક્વેર ગાર્ડનને પસંદ કરવાનું કારણ તેની હાઈ-લેવલ સિક્યોરિટી અને પ્રાઈવસી હોવાનું કહેવાય છે. અહીં સેફ એન્ટ્રી, કંટ્રોલ્ડ એક્સેસ અને એવી ખાસ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે, જે સેલિબ્રિટીઝને મીડિયા અને ફોટોગ્રાફર્સની નજરોથી દૂર રાખવામાં મદદ કરશે.ટેલર સ્વિફ્ટ માત્ર પોતાના સિંગિંગ માટે જ ફેમસ નથી, પરંતુ પોતાની નેટવર્થને લઈને પણ ચર્ચામાં રહે છે.

મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, સિંગરની નેટવર્થ આશરે ૨ અબજ ડોલર એટલે કે, લગભગ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની આસપાસ છે. આ જ કારણે તેમની ગણતરી વિશ્વની સૌથી અમીર મહિલા સિંગર આર્ટિસ્ટમાં થાય છે. હાલમાં તેમના ચાહકો ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સ તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.

જો આ સમાચારો સાચા સાબિત થશે, તો આ લગ્ન વર્ષ ૨૦૨૬ના સૌથી મોટા અને સૌથી લોકપ્રિય સેલિબ્રિટી ફંક્શન્સમાંથી એક બની શકે છે, જેના પર આખી દુનિયાની નજર મંડરાયેલી રહેશે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ સિંગર દુઆ લિપા અને બ્રિટિશ એક્ટર કેલમ રોબિલિયાર્ડ ટર્નરના લગ્નના ફોટોઝે ફેન્સને સરપ્રાઈઝ કર્યા હતા, અને હવે ફેન્સ આ કપલના વેડિંગ ફોટોઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.